ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Rathyatra 2023: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી ઉતારી, ત્રણેય રથનું મંદિર પરિસરમાં પૂજન કરાયું - અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની મહાઆરતી ઉતારી ત્રણેય રથનું મંદિર પરિસરમાં પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આવતીકાલે નીકળશે. આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 6.45 વાગ્યે જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જગન્નાથજી ભગવાનની મહાઆરતી ઉતારી હતી.

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા

By

Published : Jun 19, 2023, 9:31 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની મહાઆરતી ઉતારી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે હવે આ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. ત્યારે નગરચર્યા એક દિવસ અગાઉ આજે સાંજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથના મંદિરે મહાઆરતી માટે પહોંચ્યા હતા.

ભગવાન જગન્નાથજીને હાર પહેરાવ્યો

CMએ આરતી ઉતારી: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સાજે 6.45 વાગ્યે જમાલપુરના જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન દ્વારા ભગવાન જગન્નાથજીને હાર પહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનની મહાઆરતી ઉતારી હતી. મહાઆરતી ઉતાર્યા બાદ જગન્નાથના આશીર્વાદ લઈ ભૂપેન્દ્ર પટેલે ધન્યતા અનુભવી હતી. રથયાત્રા માટે આજે સવારે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા અને ત્રણેય રથનું મહંત દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.

ત્રણેય રથનું પૂજન:જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી સહિતના લોકોએ ત્રણેય રથનું પૂજન કર્યું હતું. જ્યારે સાંજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના નેતાઓ પણ નિજ મંદિરે ભગવાન જગન્નાથના દર્શન માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા પણ રથનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ આવતી કાલે આ રથોમાં ભગવાન બિરાજમાન થશે. જોકે હાલ ગુજરાતના રથયાત્રાને પગલે મંદિરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રથયાત્રાને લઈને લોકોમાં ઉત્સાહ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં આરતી અને દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે અમદાવાદમાં 146મી રથયાત્રા નીકળવાની છે. લોકોનો ઉત્સાહ ટકી રહે તેના માટે ભગવાનની ચરણોમાં પ્રાર્થના કરી છે. સુખ સમૃદ્ધિ અને વિકાસ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ અને શુન્ય મોત સાથે પસાર થઇ ગયું છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં એક ટીમ થઇ કામ કર્યું તેનું પરિણામ દેખાયું છે. નાના-મોટા નુકસાન અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ પેકેજ જાહેર કરવામાં આવશે.

  1. Ahmedabad Rathyatra 2023: પ્રથમવાર 3D મેપિંગ દ્વારા રથયાત્રા પર રખાશે બાજ નજર, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ
  2. Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના શુભારંભ પહેલા પહિન્દ વિધિ કરાવાય છે, શું છે આ પહિન્દ વિધિ?

ABOUT THE AUTHOR

...view details