અમદાવાદરાજ્યનામુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) 3,000 કરોડ રૂપિયાના કામોનું 21 અને 22 ઓક્ટોબરે લોકાર્પણ અને ખાતમુહૂર્ત (development work of Ahmedabad Municipal Corporation) કરશે. સાથે જ કોર્પોરેશને દિવાળી દરમિયાન રાત્રિ સફાઈ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કોર્પોરેશન ખાતે મળેલી (Ahmedabad Municipal Corporation) સ્ટેન્ડીગ કમિટીમાં શહેરના વિકાસ માટે અંદાજિત 3,000 કરોડ રૂપિયાના કામના ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથે જ શહેરમાં પૂર્ણ રીતે મેટ્રો શરૂ કરી દેવામાં આવી છે. હજી પણ મેટ્રો નીચે રોડને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા.
21 ઓક્ટોબરે સાયન્સ સિટી વિકાસના કામોનું લોકાર્પણ 21 ઓક્ટોબરે સાયન્સ સિટી વિકાસના કામોસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના વિવિધ વિકાસલક્ષી કામો લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ શહેરના પણ વિકાસલક્ષી કામો કરવામાં આવશે. સાથે 22 ઓક્ટોબરે અર્બુદાનગર ખાતે ખારીકટ કેનાલના કામનું ખાતમુહૂર્ત (New Road on Kharikat Canal) કરવામાં આવશે.
104 વર્ષ જૂની કેનાલ થશે બંધઅમદાવાદ શહેરમાં છેલ્લા 104 વર્ષ જૂની ખારીકટ કેનાલનું (New Road on Kharikat Canal) કામ શરૂ કરવામાં આવશે, જે કેનાલ ઉપર 13 કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવશે. સાથે જ 30 મીટરની જગ્યાએ 24 મીટર રોડ બનવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો બાકીના 6 મીટરમાં પાર્કિંગ તેમ જ ગાર્ડન જેવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે.
ટેન્ડર પ્રક્રિયા શરૂ છેલ્લા ઘણા સમયથી ખારીકટ કેનાલની સમસ્યાઓ ઉભી રહી (New Road on Kharikat Canal) હતી, પરંતુ આખરે તે આતુરતાનો અંત આવી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા કુલ 5 અલગ અલગ રીતે ટેન્ડર પસાર પાસ કરવામાં આવ્યા છે. આમાંથી બે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. જ્યારે બાકીના બે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. એક ટેન્ડરનું ફરીથી ટેન્ડરિંગ કરવા માટે મોકલવામાં આવ્યું છે.
મેટ્રો નીચે કામ પૂર્ણ કરવાની સૂચનાઅમદાવાદ શહેરમાં (Ahmedabad Municipal Corporation) સંપૂર્ણ રીતે મેટ્રો કાર્યરત કરી દેવામાં આવે છે, પરંતુ અમદાવાદના ઘણા મેટ્રો પુલની નીચે હજી પણ રોડ કે ગંદકી યથાવત્ જોવા મળી રહે છે. તેને લઇને કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા દિવાળી પહેલા મેટ્રો પુલના તમામ નીચે રોડનું સરફીસિંગ કામ પૂર્ણ કરી દેવાની સૂચના આપી દેવામાં આવે છે. સાથે જ દિવાળીના તહેવાર દરમિયાન સફાઈ બંને ટાઈમ કરવામાં આવે અને આગામી સમયમાં રાત્રી સફાઈ પણ હાથ ધરવાની આવશે.