ગુજરાત

gujarat

ETV Bharat / state

Letter of credit: 4200 ફેરિયાઓને મળી 6.72 કરોડની લોન, CMના હસ્તે એનાયત કરાયા ધિરાણપત્ર

અમદાવાદના સાયન્સ સિટી ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4200 ફેરિયાઓને ધિરાણ પત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે મુખ્યપ્રધાને લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ લેવા પણ આહ્વન કર્યું હતું.

Letter of credit: 4200 ફેરિયાઓને મળી 6.72 કરોડની લોન, CMના હસ્તે એનાયત કરાયા ધિરાણપત્ર
Letter of credit: 4200 ફેરિયાઓને મળી 6.72 કરોડની લોન, CMના હસ્તે એનાયત કરાયા ધિરાણપત્ર

By

Published : Feb 25, 2023, 10:19 PM IST

અમદાવાદઃઅમદાવાદ સહિત રાજ્યભરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે નાના વેપારીઓ કે ફેરિયાઓ ફરી વાર વ્યાજખોરનો ભોગ ન બને તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. તેના ભાગરૂપે અલગઅલગ વિસ્તારમાં લોનમેળાનું આયોજન કરીને સ્ટ્રીટ વેન્ડર્સ અને ફેરિયાઓને સરળતાથી લોન મળી શકે તેવા પ્રયાસ પોલીસે કર્યા હતા. તેમાં પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને બેન્કોની મદદ લીધી હતી. ત્યારે લોન મેળા થકી લોન મેળવનારા ફેરિયાઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધિરાણપત્ર વિતરણનો કાર્યક્રમ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયો હતો.

આ પણ વાંચોઃGujarat Budget 2023 : બજેટ બાદ મુખ્યપ્રધાને કહી મહત્વની વાત, બજેટના લાભ કોને કોને મળવાના તે ચોખ્ખું કહ્યું

4200 ફેરિયાઓને મળ્યા ધિરણપત્રઃ સાયન્સ સિટી ખાતે યોજાયેલા ધિરાણપત્ર વિતરણ કાર્યક્રમમાં 4,200 જેટલા ફેરિયાઓને 10,000, 20,000 અને 50,000 રૂપિયાના ધિરાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ આ લોન બેંક દ્વારા આપવામાં આવી હતી. આજે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 6 કરોડ 72 લાખ રૂપિયા રકમની લોન તમામ લાભાર્થીઓને આપવામાં આવી છે.

પોલીસની કામગીરી ગૃહ રાજ્યપ્રધાને વખાણીઃ અમદાવાદ પોલીસે ફરિયાદો નોંધી, પાસા કરી વ્યાજખોરોને ડામ્યા તે કામગીરીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વખાણી હતી. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકદરબાર બાદ ચેક વિતરણના કાર્યક્રમમાં આજે માનવતાની દિશામાં પોલીસની કામગીરી મુખ્યપ્રધાનના નેતૃત્વમાં કરી છે. ગુજરાત પોલીસના વર્ષોવર્ષના કાર્યકાળ દરમિયાન મહત્વનો કાર્યક્રમ આજનો છે.

મુખ્યપ્રધાને સામાન્ય લોકોને આપ્યું નવજીવનઃ તેમણે ઉંમેર્યું હતું કે, મુખ્યપ્રધાન બન્યા બાદ પહેલી સૂચના ગૃહવિભાગને આપી હતી કે, નાગરિકોને તકલીફ ન પડવી જોઈએ. સામાન્ય લોકોને નવજીવન આપવાનું કામ મુખ્યપ્રધાને કર્યું છે. વ્યાજખોરી કરતા ગુજરાતના 27 ગુનેગારો પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તો સપનાના ઘરો, મહિલાઓના મંગળસૂત્રો પરત અપાવવાનું કામ ગુજરાત પોલીસ અને સરકારે કર્યું છે. પોલીસ દ્વારા માત્ર ગુનેગારોને પકડવાનું નહીં, પણ લોન આપવાનું સરાહનીય કામ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃYouth 20 India: પર્યાવરણ સંરક્ષણ અંગે યોજાયેલી સમિટમાં 62 દેશના ડેલિગેટ્સ આવ્યા પણ CM નહીં

લોન માટે વધુ વ્યવસ્થાઃ આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે તમામ લોકોને ચેક તો મળશે, પણ સરકારી યોજનાઓના લાભ પણ લો, વિધવા પેન્શન યોજના, વૃદ્ધ યોજના, આયુષ્યમાન કાર્ડમાં 10 લાખ સુધી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા કરી છે. તેનો પણ લાભ લેવો જોઈએ. જેણે પ્રથમ વખત લોન લીધેલી છે. તે લોકોને વધુ લોન માટેની પણ વ્યવસ્થા કરી છે.

ABOUT THE AUTHOR

...view details