ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Bhupendra Patel: મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટની ફાળવણી - women MLAs additional grant

મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટની ફાળવણી મળી છે.12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટની ફાળવણી
મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટની ફાળવણી

By

Published : Aug 10, 2023, 12:49 PM IST

અમદાવાદ ડેસ્ક: મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ જોગવાઈ મુજબ મંજૂરી આપવામાં આવી છે. મળવા પાત્ર ગ્રાન્ટની રીલીઝ મળી ગઈ છે. 12 મહિલા ધારાસભ્યોને વધારાની ગ્રાન્‍ટ મળશે. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષ રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે. મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં 2023-2024 નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

મહિલા ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટની ફાળવણી

સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ:ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે. મુખ્યપ્રધાન સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.

મહિલા ધારાસભ્યોને મળ્યો સકારાત્મક પ્રતિસાદ: મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિ જોવા મળશે. અગાઉ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારોમાં વિકાસ માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યપ્રધાન સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.

રોડ રસ્તાના કામ કરવા માટે સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ: ગુજરાતમાં ભાજપની 156 બેઠક છે. જો કે તમામ 182 બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર ભાજપ જ નહીં અન્ય મહિલા ધારાસભ્યોને પણ આ વિશેષ ભેટ આપી છે. 12 મહિલા ધારાસભ્યને તેમના મત વિસ્તારમા રોડ રસ્તાના કામ કરવા માટે સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.

  1. Semicon India 2023 : સેમિકન્ડક્ટર હવે આધુનિક ઉદ્યોગજગતની પાયાની જરૂરિયાત- મુખ્યપ્રધાન
  2. Bharuch News : આલીયાબાનુને પીએમ મોદીની મદદની ખાતરીને પાળી બતાવતું ભરુચ તંત્ર, કલેક્ટર સહિત 200 કર્મીઓએ ભરી ફી
  3. Rajkot News : રાજકોટના બાલાજી મંદિરમાં સીએમ સફાઈ કરશે, કાર્યક્રમ પાછળ છુપાયો છે મહત્ત્વનો હેતુ
  4. Gandhinagar News : ગુજરાતના તૂટેલા રોડના મોનીટરીંગ માટે ત્રણ રીજીયનમાં મુખ્ય ઈજનેરની જગ્યા ઉભી કરવા સરકારનો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details