ગુજરાત

gujarat

ETV Bharat / state

Police Loan Tennis Championship : અમદાવાદમાં 24મી ઓલ ઈન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023 સંપન્ન, સીએમે સમજાવ્યું મહત્ત્વ - 24th All India Police Loan Tennis Championship

અમદાવાદમાં 24મી ઓલ ઈન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023ના સમાપન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરી જોવા મળી હતી. તેમણે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યાં હતાં.

Police Loan Tennis Championship : અમદાવાદમાં 24મી ઓલ ઈન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023 સંપન્ન, સીએમે સમજાવ્યું મહત્ત્વ
Police Loan Tennis Championship : અમદાવાદમાં 24મી ઓલ ઈન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023 સંપન્ન, સીએમે સમજાવ્યું મહત્ત્વ

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 6:02 PM IST

ગુજરાત પોલીસની યજમાની

અમદાવાદ : અમદાવાદમાં રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023ની પૂર્ણાહુતિ થઇ હતી. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. આ પ્રસંગે તેમણે આ પ્રવૃત્તિનું મહત્ત્વ સમજાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપી રમતગમત ક્ષેત્રે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. પોલીસ લોન ટેનિસ જેવી સ્પર્ધાઓથી વડાપ્રધાન મોદીના ' એક ભારત શ્રેષ્ઠ ભારત 'ની સંકલ્પના સાકાર થાય છે. પોલીસની સ્ટ્રેસવાળી નોકરીમાં રમતગમત અને યોગ જેવી પ્રવૃત્તિઓ ફિટ રહેવા માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે... ભૂપેન્દ્ર પટેલ ( મુખ્યપ્રધાન )

ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ : સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદી મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીનેને રમતગમત ક્ષેત્રે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા છે. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ લોન ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તે સરાહનીય છે આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મચારીઓને એકબીજા સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય છે અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પના સાકાર થાય છે. સાથે જ એકબીજા સાથે વિવિધ સાંસ્કૃતિક બાબતોનું આદાનપ્રદાન પણ થાય છે.

વિવિધ કેટેગરીનો સમાવેશ : અત્રે ઉલ્લેખનીય છે કે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩માં વેટરન્સ ડબલ્સ, વેટરન્સ સિંગલ્સ, ઓપન ડબલ્સ, ઓપન સિંગલ્સ, ટીમ ઇવેન્ટ ચેમ્પિયનશિપ તેમજ રોલિંગ ટ્રોફી ચેમ્પિયન જેવી વિવિધ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રોલિંગ ટ્રોફી ચેમ્પિયનમાં ટીમ મેનેજર રાહુલ બલિયાન (એસપી) (આઇ.ટી.બી.પી)ને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. આ સિવાય ઓપન ડબ્લસ ચેમ્પિયનમાં ગુજરાત તરફથી રવિરાજસિંહ જાડેજા વિજેતા રહ્યા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લેનાર કુલ 22 પોલીસ લોન ટેનિસ ટીમની રમતનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.

પોલીસકર્મીઓ માટે રમતગમત અનિવાર્ય :સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય માટે રમતગમત ખૂબ જ અનિવાર્ય છે. પોલીસની નોકરીમાં શારીરિક અને માનસિક બંને પ્રકારનો સ્ટ્રેસ રહેતો હોય છે. સ્ટ્રેસવાળી પોલીસની નોકરીમાં રમતગમત અને યોગ જેવી પ્રવૃત્તિઓ ફિટ રહેવા માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે.

ગુજરાત પોલીસની યજમાનીને વખાણી : ગુજરાત પોલીસે પહેલી વખત આ ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરી છે, જે માટે સમગ્ર રાજ્ય ગૌરવ અનુભવે છે. આ સફળ આયોજન બદલ ડીજીપી વિકાસ સહાય અને ગુજરાત પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડ દ્વારા થતી આવી ઉમદા કામગીરી ભવિષ્યમાં પણ આ રીતે યોજાતી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉપસ્થિત મહાનુભાવો : કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ચેરમેન રાહુલ રસગોત્રા, અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ નરહરિ અમીન, અને હસમુખ પટેલ, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, વિવિધ રાજ્યમાંથી આવેલ લોન ટેનિસ પોલીસ ટીમ, તેમજ જિલ્લા અને રાજ્યના વિવિધ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. Police Commemoration Day : કરાઈ પોલીસ એકેડેમી ખાતે શહીદ પોલીસકર્મીઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, મુખ્યપ્રધાનનો જનતા જોગ સંદેશ
  2. Vibrant Gujarat 2024 : મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલ કરશે વિવિધ દેશના કોન્સ્યુલેટ અને ઉદ્યોગકારો સાથે બેઠક

ABOUT THE AUTHOR

...view details