ગુજરાત

gujarat

ETV Bharat / state

Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત - Kejriwal-Mann Gujarat visit

દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબ CM ભગવંત માન આજથી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન, બન્ને નેતાઓએ અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત
Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત

By

Published : Apr 2, 2022, 1:04 PM IST

Updated : Apr 2, 2022, 3:53 PM IST

અમદાવાદઃગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને (Gujarat Assembly Election 2022) અમદાવાદમાં દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal Gujarat visit) અને પંજાબ CM ભગવંત માન આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે શનિવારે બન્ને મુખ્યપ્રધાને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, ગાંધી આશ્રમમાં બાપુના ફોટાને સૂતરની આંટી ચડાવી હતી. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

ગાંધી આશ્રમની મુલાકાત

કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત- બંને નેતાઓએ ગાંધી આશ્રમમાં રસોઈ ઘરની લીધી મુલાકાત લીધી હતી. ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ બંન્ને મુખ્યપ્રધાનોએ(Kejriwal-Mann Gujarat visit ) ગાંધીજીનો ચરખો ચલાવ્યો હતો. ગાંધી આશ્રમમાં ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંન્ને મુખ્યપ્રધાનોએ બુકમાં સંદેશો પણ લખ્યો છે.

કેજરીવાલ અને ભગવંત માન

કેજરીવાલ અને માનને આશ્રમ દ્વારા ભેટ - ગાંધી આશ્રમ દ્વારા અરવિંદ કેજરીવાલને ચરખો અને અન્ય વસ્તુ આપવામાં આવી તેમજ ભગવંત માનને પણ ફોટો અને ચરખો આપવામાં આવ્યા છે. ભગવંત માને કહ્યું કે ગાંધી આશ્રમ આવી ખુબજ સારું લાગ્યું છે. જે દેશમાં ગાંધી જન્મ્યા તે દેશમાં જમ્યો છું. CM બન્યા બાદ પ્રથમ વખત આવ્યો છું. હું જે ધરતી થી આવું છું તે શહીદોની ધરતી છે. ગાંધી આશ્રમ આવી ઘણું બધું જોવા મળ્યું, ગાંધીજીએ આશ્રમથી શરૂ કરેલા આંદોલન અંગે વિગતો મેળવી છે. માને જણાવ્યું કે પંજાબના દરેક ઘરમાં આજે પણ ચરખો રહેલો છે. સાચું બોલવામાં આવે છે. હું ગુજરાતમાં પ્રથમ વખત આવ્યો છું.

કેજરીવાલ અને માન ગાંધી આશ્રમની મુલાકાત -કેજરીવાલ અને માનની આશ્રમ મુલાકાત દરમિયાન તેમને ગાઈડ કરી રહેલા સાથે વાત કરતા જણાવ્યું કે કેજરીવાલ અને માન ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. શ્રદ્ધાથી ચરખો ચલાવ્યો તેમણે જણાવ્યું કે અત્યારે પણ પંજાબમાં ચરખા ચલાવામાં આવે છે. ચરખો કેવી રીતે ચલાવવો વગેરે માહિતી મેળવી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ બંને નેતાઓએ ગાંધીજી 15 વર્ષ અમદાવાદમાં રહ્યા તેની માહિતી મેળવી છે. આ સાથે કેજરીવાલે રાજનીતિક પ્રશ્ન કરતા કહ્યું કે આ બાપુની ભૂમી છે અહીં રાજનીતિની વાત ન કરો.

Last Updated : Apr 2, 2022, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details