કાપડના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર પિતા પુત્ર ઝડપાયા અમદાવાદ : શહેરમાં કાપડના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પિતા પુત્રએ સાથે મળી 21 વેપારી પાસેથી માલ ખરીદી રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયા હતા. આર્થિક ગુના નિવારણ શાખાએ 3 આરોપીઓની સુરતથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પિતા અને તેના 2 પુત્રોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાઈ છે. ત્રણેક લોકોઓ ભેગા થઈને અનેક વેપારીઓને વિશ્વાસમાં રાખીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ વકીલ માર્કેટ, રેવડી બજારમાં લવલી એન્ટર પ્રાઈઝ નામની ઓફિસ ખોલીને અન્ય વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી હોવાનુ સામે આવ્યું છે. આરોપીઓ વેપારીઓ પાસેથી 4 કરોડ 75 લાખ 5 હજારની રેયોન બેઝ લેડીઝ કુર્તી મટીરીયલની ખરીદી કરી 2 કરોડ 9 લાખ નહિ ચૂકવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિનુ વનરા અને તેના 2 પુત્રો શની વનરા અને નિકુલ વનરાની ધરપકડ કરી છે.
આ પણ વાંચોHow to avoid cyber fraud : વેબસાઇટોથી ઠગતા સાયબર ઠગોથી કઈ રીતે બચી શકાય, જાણો સાયબર એક્સપર્ટ પાસેથી
અરજદારોની વિવિધ પોલીસ મથકે ફરીયાદ : પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પિતા અને તેના પુત્ર વર્ષ 2021થી લવલી એન્ટરપ્રાઇઝના નામે 4.75 કરોડ થઈ વધુનો માલસામાન ખરીદી 2થી વધુ રકમ ચૂકવી ન હતા. જેથી અરજદારો દ્વારા અલગ અલગ પોલીસ મથકે અરજીઓ આપવામાં આવી હતી. પરંતુ અરજીઓનો આંકડો કરોડોની પાર થતાં આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ સંભાળી હતી. જેથી તપાસ દરમિયાન બે પુત્રો અને પિતાની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો :Junagadh fraud : રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના ઓઠા તળે લગ્નવાંચ્છુઓ સાથે છેતરપિંડીના આક્ષેપ
21 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી : મહત્ત્વનું છે કે, આર્થિક ગુનામાં વધારો થતા પોલીસ પણ સતર્ક બની છે અને વેપારી સાથે છેતરપિંડી કરનારા અન્ય વેપારી આરોપીની શોધખોળ હાથ ધરી છે. જેથી આગામી સમયમાં આર્થિક ગુનાને અટકાવી શકાય. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના PI એચ.વી. રાવલે જણાવ્યું હતું કે, કાલુપુરના વેપારીની ફરિયાદના આધારે તપાસ કરતા અને આરોપીઓની ધરપકડ કરતા તેઓએ 21 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેથી પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ પોલીસે શરૂ કરી છે.