ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 4:06 PM IST

ETV Bharat / state

અમદાવાદમાં સૌપ્રથમવાર નવા વિષય સાથેના ફેશન શૉનું આયોજન

મનોરંજન જગતમાં આજના સમયમાં ફેશન વેર અને ફેશન પ્રતિયોગિતામાં ભાગ લેનાર કલાકારોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વિષયમાં કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા પણ આ પ્રકારના આયોજનો કરી યુવાઓને આ ક્ષેત્રમાં આગળ આવી શકે તેમાં મદદ કરતા હોય છે. ત્યારે સી.એલ.એમ. અમદાવાદ દ્વારા સૌપ્રથમવાર નવા વિષય સાથેના ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફેશન શૉ
ફેશન શૉ

અમદાવાદ:અમદાવાદની જાણીતી સી.એલ.એમ યુનિવર્સ દ્વારા એક ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમવાર સફેદ કલરની થીમ સાથે "યુ" આકારના સ્ટેજ સાથે સ્પર્ધકોને નવો અનુભવ અને પ્રેક્ષકોને મનોરંજન મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

સી.એલ.એમ ની આ સ્પર્ધામાં ઓનલાઈન અને ઓફલાઇન ઓડિશનમાં પૂરા ભારતમાંથી 500થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. જેમાંથી અલગ અલગ કેટેગરીમાં 10 સ્પર્ધકોને પ્રથમ રાઉન્ડમાં મોકલી ગ્રાન્ડ ફાઇનલ પહેલા જાણીતા કોરિયોગ્રાફર નિકુંજ સોની દ્વારા ગ્રુમ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મધ્યપ્રદેશ, ચેન્નઈ, મુંબઈ, ઉત્તરાખંડ અને વિદેશમાં ઓસ્ટ્રેલિયાથી પણ સ્પર્ધકો એ ભાગ લીધો હતો.

ફેશન શૉ

આ ફેશન શૉમાં શૉ સ્ટોપર સી.એલ.એમ. મિસ્ટર યુનિવર્સ 2023 તરીકે સાહિલ ખાન વિજેતા બન્યા હતા. જ્યારે બાળકોની કેટેગરીમાં મોઇન ખાન પહેલા ક્રમે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે ધીયાન ચૌહાણ અને તાન્યા લાખાણી રહ્યા હતા. સી.એલ.એમ. મિસ યુનિવર્સ તરીકે પ્રથમ રુહીઅને બીજા, ત્રીજા ક્રમાંકે પ્રજ્ઞા રાજ અને બેબો અન્સારી આવ્યા હતા. મિસિસ સી.એલ.એમ યુનિવર્સ તરીકે પ્રથમ સલોની જૈન, બીજા અને ત્રીજા ક્રમાંકે મુસ્કાન ખોખર અને પૂનમ મતાની આવ્યા હતા.

ફેશન શૉ

સી.એલ.એમ ની આ સ્પર્ધામાં ઓનલાઈન અને ઓફલાઇન ઓડિશનમાં પૂરા ભારતમાંથી 500થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. જેમાંથી અલગ અલગ કેટેગરીમાં 10 સ્પર્ધકોને પ્રથમ રાઉન્ડમાં મોકલી ગ્રાન્ડ ફાઇનલ પહેલા જાણીતા કોરિયોગ્રાફર નિકુંજ સોની દ્વારા ગ્રુમ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મધ્યપ્રદેશ, ચેન્નઈ, મુંબઈ, ઉત્તરાખંડ અને વિદેશમાં ઓસ્ટ્રેલિયાથી પણ સ્પર્ધકો એ ભાગ લીધો હતો.

ફેશન શૉનું આયોજન

કંપનીના ફાઉન્ડર અને જાણીતા ફેશન આઈકન કીશુ ચાવલાએ પુરા ભારતમાંથી આવેલાં પ્રતિસ્પર્ધીઓને આ ફેશન ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકે તેની માહિતી આપી હતી. સી.એલ.એમ. યુનિવર્સના અગાઉ યોજાયેલ ફેશન શૉ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકો આજે વિવિધ ટીવી અને સિનેમાના ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.

  1. આવતીકાલથી ધનારક કમુરતા શરુ, 30 દિવસ સુધી માંગલિક અને શુભ કાર્યો અટકશે
  2. ફિલ્મોના પાત્રોની અસર યુવા માણસ પર લાંબા સમય સુધી રહેતી હોય છે - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે

ABOUT THE AUTHOR

...view details