Hsc Exam Result : ધો 12માં પરીણામ ઓછું આવતા કોંગ્રેસના ભાજપ પર કર્યા પ્રહાર, 32000 શિક્ષકોની જગ્યા ખાલી - ધોરણ 12ના પરિણામને કોંગ્રેસના પ્રહાર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ગત વર્ષની સરખામણીએ A1 ગ્રેડ લાવનાર વિદ્યાર્થી તેમજ 100 ટકા પરિણામ લાવનાર શાળામાં ઘટાડો થયો છે. જેથી રાજ્ય સરકારના શિક્ષણની પોલ ખુલ્લી ગઈ છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે.
Hsc Exam Result : ધો 12માં પરીણામ ઓછું આવતા કોંગ્રેસના ભાજપ પર કર્યા પ્રહાર, 32000 શિક્ષકોની જગ્યા ખાલી
By
Published : May 4, 2023, 10:29 PM IST
ધો 12માં પરીણામ ઓછું આવતા કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, 32000 શિક્ષકોની જગ્યા ખાલી
અમદાવાદ : તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અંદાજે 6 ટકા જેટલું પરિણામ ઓછું સામે આવ્યું છે. જેને લઈ આ વર્ષે એન્જીનીયરીંગ બેઠક મોટા ભાગે ખાલી રહે તેવી શક્યતા છે, પરંતુ આ વર્ષે પરિણામ ઓછું આવવાથી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
100 ટકા પરિણામ લાવનાર શાળામાં મોટો ઘટાડો: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામએ રાજ્ય સરકારની શિક્ષણ વ્યવસ્થામાં રહેલી મોટી ખામીઓને ઉજાગર કરી રહી છે. ગત વર્ષે 100 ટકા પરિણામ આવતા શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2021માં 64 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું હતું. જ્યારે આ વર્ષે માત્ર 27 શાળાઓ જ 100 ટકા પરિણામ લાવી શકે છે, ત્યારે બીજીબાજુ ગત વર્ષે 10 ટકાથી પણ ઓછું પરિણામ લાવતી શાળાઓની સંખ્યા 61 હતી. આ વર્ષે તેમાં વધારો થઈને 10 ટકાથી ઓછું પરિણામ લાવનાર શાળાઓની સંખ્યા 76 થઈ છે.
A1 ગ્રેડ લાવનાર સંખ્યા ઘટી: વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે દાહોદ જિલ્લા જેને સ્માર્ટ શહેર તરીકે સરકાર વિકાસ કરી રહી છે, પરંતુ તે શહેરના લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22.22 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યના 36 કેન્દ્રમાંથી 17 કેન્દ્રમાં A1 ગ્રેડ લાવનાર એક પણ વિદ્યાર્થી આવ્યો નથી. જેથી કહી શકાય કે આ વર્ષે A1 ગ્રેડમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે. ગત વર્ષે 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે આ વર્ષે માત્ર 61 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ લાવી શક્યા છે. જ્યારે ગત વર્ષે 3,303 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે માત્ર 1530 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ લાવી શક્યા છે.
સરકારની પોલ ખુલી: કોંગ્રેસે રાજ્યમાં સરકારને વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ડમી સ્કૂલ ચાલી રહી છે. ઉપરાંત સરકારની મંજૂરી વિના પણ અનેક પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 32,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યારે જે પણ શિક્ષકો શાળામાં છે. તેમને વર્ગખંડમાં શિક્ષણનું કામ નહીં, પરંતુ શિક્ષણ સિવાય અન્ય કામગીરી સોંપવામાં આવી રહી છે. જેના કારણે બાળકોના અભ્યાસમાં ખૂબ જ મોટી અસર થઈ રહી છે. સરકાર દ્વારા જે શિક્ષણ ક્ષેત્રે મોટા દાવા કરવામાં આવતા હતા. જે ખરેખર આ વર્ષના પરિણામમાં ખોટા સાબિત થયા છે.