અમદાવાદ : લોકો રંગોના તહેવારને હર્ષોલ્લાસથી (Dhuleti Festival 2022) ઉજવતા હોય છે. પરંતુ ક્યારેક વધુ ઉત્સાહને કારણે ગંભીર બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં (Clashes Between Two Groups in Gomtipur) આમ્રપાલી થિયેટર પાસે પથ્થરમારાની એક ઘટનાએ રંગોના તહેવારમાં ભંગ પાડ્યો હતો. આ વિસ્તારમાં ધુળેટીના તહેવારની ઉજવણી ચાલી રહી હતી. અને આ ઉજવણી દરમિયાન રંગ લગાવવાની બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ ઘટના બની હતી.
ગોમતીપુરમાં ધૂળેટીનું રંગ મેદાન બન્યું યુદ્ધનું મેદાન આ પણ વાંચો :Holi 2022 in Patan : પાટણમાં હોળી ધૂળેટી પર્વમાં પરંપરાગત હાયડાની ખરીદીમાં ઓટ
રંગનું મેદાન બન્યું યુદ્ધનું મેદાન - આ અથડામણના (Dhuleti Festival in Ahmedabad) કારણે જ થોડીવારમાં હર્ષોલ્લાસની જગ્યાએ તહેવારની ઉજવણી થઇ રહી હતી. તે જગ્યા યુદ્ધનું મેદાન બની ગઈ હતી. બંને તરફથી પથ્થરમારા થવાની ઘટના બની હતી. આ ઘટનામાં 10 જેટલી લોડિંગ રિક્ષાને ભારે નુકસાન થયું હતું. આ બનાવ વધુ ન ભડકે તે માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચો :Holi Celebration 2022: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ
પોલીસ કાર્યવાહી - સમગ્ર ઘટનાને લઈને પોલીસે રાયોટિંગનો (Clash at Dhuleti Festival in Gomtipur) ગુનો નોંધી કેટલાક શખ્સોની અટકાયત પણ કરી છે. પોલીસ દ્વારા CCTV ચેક કરીને જવાબદાર શખ્સોને પકડવા તજવીજ પણ હાથ ધરી છે.