અમદાવાદ:કહેવાય છે કે અંગદાન એ જ મહાદાન છે. કારણ કે મૃત્યું બાદ પણ શરીરના કેટલાક અંગો બીજાને જીવતદાન આપી શકે છે. અંગદાનથી કોઇ જરૂરતમદ વ્યક્તિને મદદ મળી શકે છે. કાલે (મંગળવારે) અમદાવાદ સિવિલમાં 100મું અંગદાન થયું હતું. જેની માહિતી ઋષિકેશ પટેલેને મળતા તેઓ સિવિલ આવી પહોંચ્યા હતા. ઋષિકેશ પટેલે એ સેવાકીય કાર્યના નિર્ણયકર્તા પરિવારનો ઋણસ્વીકાર કરવા સિવિલ જવાનું નક્કી કર્યું.
5 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ:યુ.એન.મહેતા હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાની અંદર 5 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હોવાની માહિતી મળી આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં હાર્ટના ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ છે. ખાસ વાત એ છે કે યુ.એન.મહેતા હોસ્પિટલમાંથી અમદાવાદ બહાર બ્રેઇન ડેડ દર્દીમાંથી હાર્ટને લેવા જવા માટે યુ.એન.મહેતા હોસ્પિટલના એક પણ ડોક્ટર તૈયાર થતા નથી.
આ પણ વાંચો ચા પીવા ગયેલા યુવકે અકસ્માતના કારણે ગુમાવ્યો જીવ, પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન
પરિચય કરાવ્યો:રાજ્યના આરોગ્ય પ્રધાન શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો. વાત જાણે એમ બની કે, આરોગ્યપ્રધાન સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી સંદર્ભે સિવિલ ગઇ કાલે સુપ્રિટેન્ડેન્ટને ફોન કર્યો, વાતચીત દરમિયાન સુપ્રિટેન્ડેન્ટ એ આરોગ્યપ્રધાનને એવી જાણકારી આપી કે સિવિલ હોસ્પિટલમાં આજે (મંગળવારે) 100મું અંગદાન થશે.
અંગદાનના સેવાકીય કાર્ય:આ જાણકારી મળતા આરોગ્યપ્રધાન અંગદાનના સેવાકીય કાર્યના નિર્ણયકર્તા પરિવારનો ઋણસ્વીકાર કરવા સિવિલ જવાનું નક્કી કર્યું. ઋષિકેશ પટેલ રાત્રે 10 કલાકે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. 26 વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા. ઋષિકેશ પટેલએ અંગદાતાના પરિવારજનોના સેવાભાવને બિરદાવતા કહ્યું કે, અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું અંગદાનનો નિર્ણયકર્તા મહાન આત્માઓ ભારતીય સંસ્કૃતિના “સેવા પરમો ધર્મ”ના મંત્રને ચરિતાર્થ કરે છે.
આ પણ વાંચો 14 દિવસની અંદર સાતમું અંગદાન : ત્રણ લોકોને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી
બ્રેઇનડેડ જાહેર:સિવિલ હોસ્પિટલમાં થયેલા 100માં અંગદાન વિશે જાણીએ તો, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા થઈ હતી. તેથી સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તારીખ 24 જાન્યુઆરીના સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા તેમના પિતા અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી હતી. તેમના પિતા મહેન્દ્ર ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની, ફેફસાં, લીવર, હ્રદયનું દાન મેળવવા સફળતા મળી છે.