ગુજરાત

gujarat

ETV Bharat / state

1 હજારની લાંચ લેતા સિવિલ કોર્ટનો અધિકારી ઝડપાયો - officers

રાજકોટ: શહેરમાં ભાડાના મકાન બાબતે મકાન માલિક સાથે નામદાર સિવિલ કોર્ટમાં દીવાની દાવો ચાલુ હતો. ત્યારે મકાન માલિકને કોર્ટ દ્વારા આપવામાં આવેલ નોટીસની બજવણી કરવા માટે ફરિયાદી પાસેથી 1000 રૂપિયાની લાંચ લેતા વર્ગ-૩ કક્ષાના અધિકારી ઝડપાયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Feb 16, 2019, 10:38 AM IST

લાંચ અને રૂશ્વત લેતા અધિકારીઓ સામે ACB હંમેશા કડક વલણ રાખતી હોય છે. ત્યારે વધુ એક ટ્રેપ રાજકોટની સિવિલ કોર્ટમાં કરવામાં આવી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે પોતાના ભાડાના મકાન બાબતે મકાન માલિક સાથે નામદાર સિવિલ કોર્ટમાં દિવાની દાવો ચાલતો હતો. જેમાં મકાન માલિકને કોર્ટ દ્વારા આપવામાં આવેલ નોટીસની બજવણી કરવા બેલીફ વર્ગ-3ના અધિકારી દિલીપભાઈ કોલીએ ફરિયાદી સાથે રૂપિયા 1000ની લાંચની માગ કરી હતી. જો કે ફરિયાદીને ACBની યોગ્ય માહિતી હોવાથી તેને ACBને જાણ કરતા અધિકારીઓએ આરોપીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

જુઓ વિડીઓ

ABOUT THE AUTHOR

...view details