પોલીસે 19મી ડિસેમ્બરે કોઈ રેલી કે પ્રદર્શનની મંજૂરી આપી નહોતી, તેમ છતાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે તપાસ કરતા વીડિયો સામે આવ્યો હતો. જેમાં વિરોધ પ્રદર્શન અગાઉ એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર શહેઝાદ ખાન અને અન્ય મુસ્લિમ સમુદાયના લોકો જોવા મળી રહ્યા છે. આ મિટિંગમાં શહેદાસ ખાન વિરોધ પ્રદર્શન કરવા લોકોને એકઠા કરવા અને ભડકાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
અમદાવાદના કોર્પોરેટર શહેઝાદ ખાનનો વિરોધ પ્રદર્શન અગાઉની મિટિંગનો વીડિયો સામે આવ્યો... - નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ
અમદાવાદ: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વિરોધ હિંસામાં પરિવર્તન થયો હતો અને લોકોએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે 64 લોકોની ધરપકડ કરી હતી. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અનેક ચોકવાનારા ખુલાસા થયા છે.
અમદાવાદ
શહેઝાદ ખાન લોકોને કહી રહ્યા છે કે, નાગરિકતા સંશોધન કાયદો મુસ્લિમ વિરોધી છે એટલે તમામ મુસ્લિમોએ કોમ માટે વિરોધ કરવાનો છે અને વધુમાં વધુ લોકોએ ભેગા થવાનું છે. આ કાયદનો જામીયા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો છે. આમ લોકોને વિરોધ કરવા ઉશ્કેરાયા હોય તેવો વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ તો પોલીસે શહેઝાદ ખાનની ધરપકડ કરીને રિમાન્ડ તો મેળવ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.