ગુજરાત

gujarat

ETV Bharat / state

CII Meeting 2022: CIIની વાર્ષિક મિટિંગ મળી,  ગુજરાતના નવા ચેરમેન કોણ બન્યાં જાણો - CII મિટિંગ 2022

CII 2022ની આજે વાર્ષિક મિટિંગ (CII Meeting 2022)મળી હતી. જેમાં ગુજરાત ચેપ્ટરના CII ના ચેરમેન તરીકે આનંદ દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી. જાણો કયા મહાનુભાવોએ તેમાં હાજરી આપી હતી.

CII Meeting 2022: CIIની વાર્ષિક મિટિંગ મળી, જેમાં ગુજરાતના નવા ચેરમેન નિમાયા
CII Meeting 2022: CIIની વાર્ષિક મિટિંગ મળી, જેમાં ગુજરાતના નવા ચેરમેન નિમાયા

By

Published : Mar 2, 2022, 9:35 PM IST

અમદાવાદઃ કોન્ફ્રેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ગુજરાત ચેપ્ટરની આજે વાર્ષિક સભા(CII Meeting 2022) મળી હતી. જેમાં ગુજરાત ચેપ્ટરના CII ના ચેરમેન તરીકે આનંદ દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી. જેમણે પદ(Appointment of Chairman of CII) સાંભળ્યા બાદ કહ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોને વેગઆપવા માટે CII ગુજરાત ચેપ્ટર હંમેશા પ્રયત્નશીલ રહેશે.

ગુજરાત ચેપટરના CII ના ચેરમેન

ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે ગુજરાતની ચર્ચા

CII (Confederation of Indian Industries )ના નવા ચેરમેન આનંદ દેસાઇ( Anand Desai as the Chairman of CII )બન્યા છે. જેમાં CII 2022ની આજે વાર્ષિક મિટિંગ મળી હતી. જેમાં રાઇઝિંગ ગુજરાત સ્ટેટ એજન્ડા ફોર ઇન્ડિયા 2047 ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે ગુજરાત ક્યાં હશે તેની ચર્ચા કરવામાં આવી. આ એન્યુઅલ મિટિંગમાં કાર્તિકે સારાભાઈ, પીરોઝ ખંભાતા સહિત અનેક ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચોઃઉદય કોટકે CIIના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

સોલર અને ટેક્સટાઇલ પર વધુ ફોકસ

આ વર્ષમાં વર્ચ્યુઅલ રીતે CII અનેક કામ કર્યા અને આવનારા વર્ષમાં હવે જ્યારે નવા ચેરમેન તરીકે આનંદ દેસાઈની વરણી થઈ છે. ત્યારે ગામડાઓમાં ઉદ્યોગનો વિકાસ કરવો તેમજ આ વર્ષે જે સ્ટેટ બજેટ રજૂ થવાનું છે ત્યારે જીએસટી સોલર અને ટેક્સટાઇલ પર વધુ ફોકસ કરશે. હજુ પણ ટેકસટાઈલમાં જીએસટી ઓછી થાય તેવી આશા CII રાખી રહ્યું છે. CIIના નવા ચેરમેન આ વર્ષે સુરતમાં 500થી 600 લોકો CII માં જોડાઇ તેનો આગ્રહ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃલોકડાઉનને કારણે વીજ વિતરણ કંપનીઓને 30 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે: CII

ABOUT THE AUTHOR

...view details