ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુપ્લીકેટ બિસ્કિટનું નિર્માણ કરતી ફેક્ટરી પર CIDના દરોડા, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત - પોલીસના દરોડા

અમદાવાદ: શહેરમાં આવેલા કઠવાડા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બ્રિટાનીયા કંપનીના નામે ડુપ્લીકેટ બિસ્કિટની બનાવટ કરી બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે અંગેની જાણ અમદાવાદ પોલીસ વિભાગને થતા તેમણે આ કંપની પર દરોડા પાડી અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડુપ્લીકેટ બિસ્કિટની ફેક્ટરી

By

Published : Apr 13, 2019, 9:29 PM IST

અમદાવાદમાં આવેલા કઠવાડા વિસ્તારમાં એક ફેક્ટરી પર દરોડા પાડી ડુપ્લીકેટ બિસ્કિટની બનાવટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ, કઠવાડા GIDC પાસે એક ફેક્ટરીમાં બ્રિટાનીયા કંપનીના ટ્રીટ બિસ્કિટના લોગોનો ઉપયોગ કરીને આ ફેક્ટરીમાં વેફર બિસ્કિટની બનાવટ કરવામાં આવતી હતી. તેમજ બજારમાં વેચાણ કરવામાં આવતું હતું.

ડુપ્લીકેટ બિસ્કિટની ફેક્ટરી

સમગ્ર મામલે અમદાવાદ CIDના વડા આશિષ ભાટીયાને માહિતી મળતા CIDની ટીમ દ્વારા ફેક્ટરીમાં ધમધમતા આ કારોબાર પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ત્યાથી અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસ દ્વારા મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details