અમદાવાદઃ આ કેસના મૂળ ફરિયાદીઓ મુકેશ અને સિદ્ધાર્થ ભંડારી તરફથી હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરવામાં આવી છે કે, આરોપી એમડી શૈલેષ ભવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશિયાલિટી હોસ્પિટલ લિમિટેડના ડાયરેક્ટર નાગેશ ભવરલાલ ભંડારી સહિતના આરોપીઓ રાજકીય સાંઠગાંઠ અને બહુ લાગવગ ધરાવતા પ્રભાવશાળી વ્યકતિઓ છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ તેઓ સાંઠગાંઠ ધરાવતા હોવાથી પોલીસે હજુ સુધી આ આરોપીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી નથી.
ઇલેક્ટ્રોથર્મ કેસમાં CID પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરેઃ હાઈકોર્ટ - ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ પ્રમાણે આરોપીઓ સામે સીઆઇડી ક્રાઈમએ કાર્યાવહી ન કરાતા કેસના મુદ્દે ફરિયાદી દ્વારા દાખલ કરાયેલી અરજી પર મંગળવારે હાઈકોર્ટે સીઆઇડી પાસેથી આ કેસની પ્રોગ્રેસ રિપોર્ટ માંગી છે. આ મામલે 3 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઇલેક્ટ્રોથર્મ કેસમાં CID પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરેઃ હાઈકોર્ટ
ઇલેક્ટ્રોથર્મ લિમિટેડના ફાઉન્ડરની ખોટી સહી કરી ટાન્ઝાનિયામાં સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા માટે આરોપીઓએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા 480 કરોડની લોન ફેસીલીટી મેળવી લીધી હતી.