અમદાવાદદર વર્ષે દિવાળીના દિવસે (Diwali Festival) દેશ વિદેશના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં (BAPS Swaminarayan Temple Ahmedabad) ચોપડા પૂજનની (chopda pujan) વિધી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે પણ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં (BAPS Swaminarayan Temple Ahmedabad) ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. અહીં 2,000 હરિભક્તોએ વેદોક્ત વિધીપૂર્વક ચોપડા પૂજનમાં (chopda pujan) જોડાયા હતા.
સંતોએ આપ્યા આશીર્વાદ મહત્વનું છે કે, આગામી વર્ષમાં કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે એવી પ્રાર્થના સાથે દર વર્ષે ભક્તો પોતાના આર્થિક હિસાબો લખવા માટેના ચોપડાઓ પર ભગવાનની દ્રષ્ટિ કરાવે તેમ જ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને નવા વર્ષનો વ્યાવહારિક કાર્યોનો પ્રારંભ કરે તેવી ચોપડાપૂજનની (chopda pujan) ભારતીય સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરા અનુસાર બીએપીએસ સંસ્થાના (BAPS Swaminarayan Temple Ahmedabad) વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત સૌ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.