ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં મહિલાઓએ પારંપરિક રીતે કર્યુ ચોપડા પૂજન - અમદાવાદમાં ચોપડા પુજન

અમદાવાદઃ આજના કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના યુગમાં પણ હિન્દુ વેપારીઓમાં ચોપડા પૂજનનું મહત્વ યથાવત જ રહ્યું છે. ચોપડા પૂજન કરવાથી ધંધામાં બરકત તથા લક્ષ્મીજીની સદાય હાજરી રહે છે તેવી માન્યતા આજે પણ લોકોમાં છે. અમદાવાદમાં પણ વેપારીઓએ દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યું અને ચોપડા પૂજન બાદ લક્ષ્મીજીની પૂજા તથા અર્ચના કરી હતી.

અમદાવાદમાં મહિલાઓએ પારંપરિક રીતે કર્યુ ચોપડા પૂજન

By

Published : Oct 27, 2019, 6:53 PM IST

અમદાવાદમાં મહિલાઓ દ્વારા એક ખાનગી ઓફિસમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પુરુષ વેપારીઓ ચોપડા પૂજન કરે છે. મહિલાઓએ ચોપડા પૂજા કરવાના કિસ્સા ખૂબ ઓછા જોવા મળે છે. સ્ત્રી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય, ત્યારે સ્ત્રીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવે તે ઉત્તમ કહેવાય તેવા ઉદેશ સાથે મહિલાઓએ ચોપડા પૂજન કર્યું હતું.

અમદાવાદમાં મહિલાઓએ પારંપરિક રીતે કર્યુ ચોપડા પૂજન

આધુનિક યુગમાં હજુ પણ કેટલાક લોકો કોમ્પ્યુટર અને ઇન્ટેનરેટ દ્વારા ભલે ધંધાકીય વ્યવહાર કરે છે. પરંતુ, ચોપડા પૂજનનું મહત્વ હજુ પણ લોકોમાં છે, જેના કારણે ચોપડા પૂજન હજુ લોકો કરે છે અને લક્ષ્મીજીને પણ યાદ કરીને પૂજા અર્ચના કરી હતી. લોકોએ નવા ચોપડાનું પૂજન કરીને નવા હિસાબી વ્યવહાર પણ શરૂ કર્યા હતાં.




ABOUT THE AUTHOR

...view details