અમદાવાદઃ કોરોના વાયરસનો કાળો કેર દેશદુનિયામાં બધે વ્યાપ્યો છે કેમ કે તેની હાલમાં કોઈ પણ પ્રકારની દવા શોધવામાં આવી નથી. લોકો ઘરમાં બંધ છે અને સ્માર્ટફોનની જીપીએસ અને બ્લૂટૂથ સુવિધાઓનો ઉપયોગ કરે છે. બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ એપ તેના ડેટાબેઝમાં રહેલી માહિતીનો ઉપયોગ કરીને જો કોઇ કોવિડ-૧૯ ચેપગ્રસ્ત વ્યક્તિ નજીક હોય,તો આરોગ્ય સેતુ એપ વપરાશકર્તાને ચેતવણી આપે છે.
આ એપ્લિકેશન એ કોરોના કવચ એપનું નવું સંસ્કરણ છે, જે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.
અમદાવાદના શિલ્પા ભટ્ટે બનાવ્યો ચોકલેટનો આરોગ્ય સેતુ એપ લોગો - અમદાવાદ કોરોના
આરોગ્ય સેતુ એપથી પ્રભાવિત થયેલાં અમદાવાદમાં રહેતાં શિલ્પા ભટ્ટ, કે જેવો વિવિધ પ્રકારની ચોકલેટ બનાવવાના ખૂબ જ શોખીન છે. તેમણે ચોકલેટની આરોગ્ય સેતુ એપ લોગો બનાવી લોકોને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરોગ્ય સેતુ એપ્લિકેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી. તે એપને મેક્સિમમ ઉપયોગ કરવાની સલાહ અનુસરીને અમદાવાદના શિલ્પાબહેન ભટ્ટને વિચાર આવ્યો, કે હું પણ ચોકલેટ દ્વારા આરોગ્ય સેતુ એપ બનાવું. બસ તેમને આવેલા આ વિચારનો અમલ કર્યો અને આકાર પામ્યો આ ચોકલેટ એપ લોગો. આ આરોગ્ય એપ દ્વારા એક સુંદર સામાજિક સંદેશો આપ્યો. અને ચોકલેટના પ્રેમીઓ માટે આવી અનોખી પહેલ કરનારાં અમદાવાદના શિલ્પા ભટ્ટ છે. આવી આરોગ્ય એપ બનાવવાના વિચારથી તેમણે ચોકલેટ દ્વારા આરોગ્ય સેતુ એપ્લિકેશન બનાવીને લોકોને ઘરમાં જ રહો, તેમજ સુરક્ષિત રહોનો સુંદર મેસેજ આપ્યો હતો.
આરોગ્ય સેતુ એટલે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવેલા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત એક કોવિડ-૧૯ રોગનો ફેલાવો જાણવા માટેની મોબાઇલ એપ્લિકેશન છે. જેનો હેતુ ભારતની જનતામાં જાગૃતિ ફેલાવવાનો અને આવશ્યક આરોગ્ય સેવાઓ સાથે તેમને જોડવાનો જણાવવામાં આવ્યો છે.