અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 30 ઓકટોબરથી ત્રણ દિવસ ગુજરાતનાપ્રવાસે આવી રહ્યા છે. તારીખ 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિ છે, તે દિવસે વડાપ્રધાન મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એકતા પરેડમાં ભાગ લેશે. અને તે દરમિયાન આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ (tribal childrens musical band) પીએમ મોદી સામે પરફોર્મકરશે.
મ્યુઝિકલ બેન્ડ પરફોર્મઅંબાજીમાં આ બેન્ડે પીએમનું સ્વાગત કર્યું હતું એવું પહેલીવાર નથી કે જ્યારે વડાપ્રધાન માટે મ્યુઝિકલ બેન્ડ પરફોર્મ કરશે. તારીખ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ, જ્યારે વડાપ્રધાન અંબાજી, ગુજરાતની મુલાકાતે ગયા હતા, રૂપિયા 7,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જ્યારે તેઓ જાહેર સમારોહ માટે આવી રહ્યા હતા, ત્યારે બેન્ડે વડાપ્રધાન સ્વાગત કર્યું હતું.
યુવા બેન્ડ પ્રદર્શનવડાપ્રધાન યુવા બેન્ડના પ્રદર્શનની માત્ર પ્રશંસા અને આનંદ માણ્યા જ નહીં પરંતુ તેમણે ખાતરી કરી કે જાહેર સમારંભ શરૂ થાય તે પહેલાં તેઓ વ્યક્તિગત રીતે તેમની સાથે વાતચીત કરે. પોતાના યુવા મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન તેમની સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.
આદિવાસી બાળકોની વાર્તા મુલાકાતીઓ સામે ભીખ માંગતા હતા આવા અસાધારણ સંગીત કૌશલ્યો શીખેલા આ આદિવાસી બાળકોની વાર્તા સાંભળવા જેવી છે. બાળકો એક સમયે તેમની મૂળભૂત જરૂરિયાતો અને શિક્ષણ મેળવવાની તક માટે લડતા હતા. તેઓ ઘણીવાર અંબાજી મંદિર પાસે જોવા મળતા હતા, જ્યાં તેઓ મુલાકાતીઓની સામે ભીખ માગતા હતા. અંબાજી સ્થિત શ્રી શક્તિ સેવા કેન્દ્ર નામની સ્થાનિક એનજીઓએ આવા બાળકો સાથે કામ કર્યું, કે જેથી તેમને માત્ર શિક્ષિત કરવા જ નહીં, પરંતુ તેઓ કઇ કૌશલ્યોમાં સારા છે તે પણ ઓળખી શકાય. એનજીઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા મ્યુઝિકલ બેન્ડ સાથે આદિવાસી બાળકોની કુશળતા વિકસાવી હતી.
તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ તારીખ 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિ વડાપ્રધાન કેવડિયાની મુલાકાત લેશે. સરદાર પટેલને તેમની 147મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપશે. તે એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે ફાઉન્ડેશન કોર્સ હેઠળ વિવિધ સિવિલ સર્વિસીસ સાથે જોડાયેલા અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.