અમદાવાદઃ બાળકની કસ્ટડીના કેસમાં પતિ પત્ની વચ્ચે કોઈ સેટલમેન્ટ(Child custody case) ન થઈ શકતા આ કેસ પાંચ વર્ષના પુત્રની કસ્ટડીના મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં બાળકના માતા-પિતાને હાઇકોર્ટના(Gujarat High Court) જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી અને જસ્ટિસ મૌનાબહેન ભટ્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે શક્ય છે કે કાલ ઊઠીને તમે બંને ડિવોર્સ લઇ લો અને પતિ-પત્ની ન રહો. પરંતુ તમે બને આજીવન આ બાળકના માં - બાપ રહેવામાં જ છો.
બાળકની કસ્ટડીના કેસ -બાળકની કસ્ટડીના કેસમાં (Child Custody Case Gujarat )પતિ-પત્ની વચ્ચે કોઇ સેટલમેન્ટ ન થઇ શકતા આ કેસની સુનાવણી ચાલી હતી. આ કેસમાં પતિ તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મારા ફેમિલીમાં 50 લોકો છે મારું બાળક મારા કુળનો દીપક છે. એની કસ્ટડી( child custody case laws )હંમેશા માટે તેને પત્નીને કઈ રીતે આપી દઉં. પત્નીને બીજા લગ્ન (child custody case laws india )કરવા હોય તો કરે. હું ક્યાં ના પાડું છું. પણ બાળક તો મને આપી દે. આ કેસમાં પતિએ કોર્ટ સમક્ષબાળક પોતાને આપી દેતા કોર્ટે કહ્યું કહ્યું હતું કે તમારી પત્ની કાલે ઊઠીને તમારી પત્ની ન રહે, પરંતુ તમારા બાળકની માતા તરીકે એ ક્યારેય મટી શકે નહીં. એટલે બાળક માત્ર તમારું છે એવું ન કહો.
બાળક આજીવન તમારા બન્નેનું સંતાન રહેશે -કોર્ટે પતિને રોકતાં કહ્યું હતું કે,'તમને આવું ન કહેવું જોઇએ કે માત્ર તમારું બાળક છે. તમારું પણ છે અને એમનું પણ છે. એ આજીવન તમારા બન્નેનું સંતાન રહેશે. બન્નેનો પ્રેમ અને હૂંફ એને મળવા જોઇએ. તમને અમે માત્ર એટલું કહી શકીએ કે તમારા પત્ની કાલે ઊઠીને તમારા પત્ની ન રહે એ શક્ય છે, પરંતુ એ તમારા બાળકની માતા તરીકે ક્યારેય મટી શકે નહીં. તમે બન્ને કાલે ઊઠીને પતિ-પત્ની ન રહો એ સંભવ છે, પરંતુ આ બાળકના માં-બાપ તો હંમેશા રહેશો.