ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાનની જાહેરાત - ગુજરાતમાં આજથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ વચ્ચે ગઈકાલે બુધવારે કેન્દ્ર સરકારે બન્ને પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે ગુજરાતમાં આજે એટલે કે દિવાળીના દિવસથી પેટ્રોલ-ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું હોવાની જાહેરાત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી હતી.

મુખ્યપ્રધાનની જાહેરાત - ગુજરાતમાં આજથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો
મુખ્યપ્રધાનની જાહેરાત - ગુજરાતમાં આજથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો

By

Published : Nov 4, 2021, 7:04 AM IST

  • કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારની જાહેરાત
  • દિવાળીના દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
  • મુખ્યપ્રધાનની પ્રતિ લિટર 7 રૂપિયા ઘટાડાની જાહેરાત

ન્યૂઝ ડેસ્ક: દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર લાદવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ મોડીરાત્રે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, આજથી એટલે કે ગુરૂવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો થશે.

ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાત્રે 12 વાગ્યાની આસપાસ ટ્વિટ કરીને આ જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, ' આજે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે વધારાનો 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવો ભાવ મધ્યરાત્રીથી અમલમાં આવશે.'

આ પણ વાંચોઃ આપણી ટીનેજર વિનિશા ઉમાશંકર COP26 Glasgow માં ભાષણ આપી વિશ્વના નેતાઓ સામે છવાઈ ગઈ

આ પણ વાંચોઃ આર્યનનું દુ:ખ ભૂલાવી દીધું: સતત ત્રીજા વર્ષે SRKના જન્મદિવસ પર રોશનીથી ઝળહળી ઉઠ્યો બુર્જ ખલીફા

ABOUT THE AUTHOR

...view details