અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે 851 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના ભૂમિપૂજન અને લોકાર્પણ રાખ્યા બાદ વસ્ત્રાપુર તળાવ ખાતે જાહેર સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સાથે આઈ.કે.જાડેજા, અમદાવાદના મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર નેહરા પણ જોડાયા હતા.
અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવમાં મુખ્યપ્રધાને કર્યા નર્મદાના નીરના વધામણા - મુખ્યપ્રધાન વિજય રૂપાણી
અમદાવાદઃ છેલ્લા કેટલાય વર્ષોથી સૂકું પડેલું વસ્ત્રાપુર તળાવને ચાલુ વર્ષે વરસાદ સારો થવાથી નર્મદાનાં નીરથી ભરવામાં આવ્યું હતું. જેથી ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નર્મદાના નીરના વધામણા કરાયા હતા.

vastrapur lake
અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવમાં મુખ્યપ્રધાને કર્યા નર્મદાના નીરના વધામણા
આ શુભ પ્રસંગે વસ્ત્રાપુર તળાવને ચારેબાજુી ઝળહળતી લાઈટ્સ અને સિરીઝ દ્વારા શણગારવામાં આવ્યું આવ્યું હતું. જેથી વસ્ત્રાપુર તળાવની સુંદરતા પણ નવી દુલ્હનની જેમ ચમકી ઊઠી હતી.