આણંદ નગરપાલિકાના વિવિધ વિકાસના કાર્યો અને વિવિધ સરકારી યોજનાઓના લાભ પ્રજાને મળી રહે તે માટે નવા વિકાસના કામોનું લોકાર્પણનો કાર્યક્રમ આણંદના એમડી સાયન્સ પટેલ કોલેજના પટાંગણમાં યોજાયો હતો. જેમાં 5.26 કરોડના ખર્ચે તૈયાર થયેલા બાકરોલ તળાવનું લોકાર્પણ, અવકુડા નિર્મિત 1.30 કરોડના ખર્ચે કૃષિ યુનિવર્સિટી કોલેજથી દાંડી માર્ચને જોડતા માર્ગનું લોકાર્પણ, અમૃત પ્રોજેક્ટ હેઠળ 16.86 કરોડના ખર્ચે અમુલ ડેરી રોડ ઉપર તૈયાર થનાર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ઉત્પાદનના નવિનીકરણના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યપ્રધાન એમબી પટેલ સાયન્સ કોલેજમાં જાહેર સભાને સંબોધિત કરી હતી.
આણંદમાં 23 કરોડના વિકાસના કામોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ - gujarati news
આણંદઃ જિલ્લાના લોટેશ્વર તળાવ ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈની પ્રતિમાને પ્રસ્થાપિત કરવાની છે તેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે આ જગ્યા પર ભૂમિ પૂજન અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ આણંદ જિલ્લામાં 23 કરોડના વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરાયું હતું.
development works in Anand
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. હું આજે ખાતમુહર્ત અર્થે અહીં આવી આનંદની લાગણી અનુભવું છું. નગરપાલિકા દ્વારા આગામી સમયમાં દરેક ઘરને 'હર ઘર નલ સે જલ' યોજના થકી આણંદવાસીઓને સો ટકા પાણી મળી રહે તે દિશામાં કામગીરી કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.