ગુજરાત

gujarat

ETV Bharat / state

Aadi Mahotsav: સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે આદિ મહોત્સવને ખુલ્લો મુક્યો - સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે આદિ મહોત્સવને ખુલ્લો મુક્યો છે. આ પ્રસંગે તેમને કહ્યું કે આદિજાતિ સમુદાયનો વર્તમાન વિકાસ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે.

Chief Minister Shri Bhupendra Patel inaugurated the Adi Mohotsav at Ahmedabad Haat
Chief Minister Shri Bhupendra Patel inaugurated the Adi Mohotsav at Ahmedabad Haat

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 10:01 PM IST

અમદાવાદ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ અમદાવાદ હાટ ખાતે "આદિ મહોત્સવ"ને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદિજાતિ સમુદાયનો થયેલો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આદિ મહોત્સવ એ આપણા આદિજાતિ વારસાનું સન્માન અને ગૌરવ કરવાનો અવસર છે. આદિજાતિ સંસ્કૃતિ અને કળાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે આવા આયોજનો જરૂરી છે. એમ તેમણે ઉમેર્યું હતું.

'વડાપ્રધાને 2006માં કચ્છના સફેદ રણ માટે કહેલી વાત સાચી સાબિત થઈ. આજે દુનિયાભરના પ્રવાસીઓ ધોરડોની મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં આયોજિત G20ના સત્રમાં પણ દુનિયાના ખૂણે-ખૂણેથી વિદેશી મહેમાનોએ સફેદ રણની મુલાકાત કરી હતી.' -ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

વોકલ ફોર લોકલ: મુખ્યમંત્રીએ આદિ મહોત્સવના આ આયોજનને વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતું ગણાવી ઉમેર્યું કે, આદિ મહોત્સવથી આદિજાતિ સમુદાયના કારીગરોને આત્મનિર્ભર બનવા માટે આર્થિક આધાર મળશે. જેનાથી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની વિભાવના સાકાર થશે. એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી પર આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે આવા આયોજનો અવિરત ચાલતા રહેશે.

ગુજરાતીઓ માટે ગૌરવની બાબત: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, દેશભરમાંથી આવતા આદિજાતિ સમુદાયના લોકોની કળા અને સંસ્કૃતિ દર્શાવતા પ્રદર્શનનું આયોજન ગુજરાતમાં થવું તે સહુ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આદિજાતિ સમુદાયને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ થઈ રહ્યું છે. મુખ્યમંત્રીના પ્રોત્સાહક અભિગમને પગલે જ રાજ્યમાં 84 જેટલા વનધન કેન્દ્રો સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી રહ્યા છે. એમ તેમણે ઉમેર્યું હતું.

બીજો આદિ મહોત્સવ:અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આયોજિત આ બીજો "આદિ મહોત્સવ" છે. જે ત્રીજી નવેમ્બર સુધી ચાલનાર છે. જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોના સ્ટોલ્સ પર હસ્તકલા અને આદિજાતિ સમુદાયની કળા અને સંસ્કૃતિને દર્શાવતી વસ્તુઓ મુકવામાં આવી છે. અગાઉ 2018માં "આદિ મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું.

  1. PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત
  2. હવે કોર્ટના કેસોનું થશે 100 ટકા મેપીંગ, કેસોના નિરાકરણ, રીયલ ટાઇમ સ્થિતિ જાણવામાં રહેશે સરળતા, ટ્રસ્ટની મિલકતની કાર્યવાહી હવેથી ઓનલાઇન

ABOUT THE AUTHOR

...view details