ઉલ્લેખનીય છે કે, ગ્રંથ સાહેબની પાવન પાલખી 1 જૂન 2019 ના રોજ નાનક સાહેબ પાકિસ્તાનથી નીકળી છે, જે 2 નવેમ્બર 2019 ના રોજ સુલતાનપુર પંજાબ ખાતે વિરામ પામશે. આ યાત્રાને આવકારતી વેળાએ ધારાસભ્ય ગિરીશભાઇ પંચાલ, લઘુમતિ વિકાસ નિગમના અધ્યક્ષ પરમજીત કૌર, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અગ્રણીઓ અને શિખ સમુદાયના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
અમદાવાદમાં ગુરુગ્રંથ સાહેબ પાલખી યાત્રાનું CM રૂપાણી કર્યું સ્વાગત
અમદાવાદ: ઓઢવ ખાતેના ગુરૂ નાનકદેવજીના 550માં પ્રકાશપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નાનક સાહેબ પાકિસ્તાનથી શરુ થયેલી ગુરુગ્રંથ સાહેબ પાલખી યાત્રાનું ગુજરાતમાં આગમન થયું હતું. આ પાલખીને ગુજરાતની જનતા વતી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુરુનાનક માત્ર શીખ સમુદાયના જ નહીં પરંતુ, ભારત દેશના માર્ગદર્શક સંત હતાં. ગુરુ નાનકે દર્શાવેલ વીરતા અને કુરબાનીના આદર્શો પર ચાલીને શીખ સમુદાય ગુલામી સામે લડ્યો હતો અને રાષ્ટ્રપ્રેમની મિશાલ કાયમ કરી છે. ગુજરાતની ધરતી પર ગુરૂગ્રંથ સાહેબની પાલખી પધારી તે ગુજરાતની ધરા માટે સૌભાગ્યની વાત છે. ગુજરાતનું સદભાગ્ય છે કે, ગુરુનાનકના પંચ પ્યારેમાંના એક મોહકમ સિંહ ગુજરાતી હતાં. ગુજરાતના લખપત ગુરુદ્વારામાં ગુરુ નાનકજી રોકાયા હતાં.