ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કોરોના વાયરસને કારણે લૉક ડાઉનની હાલની સ્થિતિમાં છેક ગ્રામીણસ્તરના નાગરિકો, પ્રજાવર્ગોને ગામમાં જ જીવનજરૂરી ચીજવસ્તુઓ આવશ્યક સેવાઓ નિયમિત મળી રહે તેવા જનહિત અભિગમથી 10 જેટલા સરપંચો સાથે સીધી વાતચીત કરી ફીડબેક મેળવ્યાં હતાં.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન નિવાસસ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના 10 જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના નાંદેજ, કુનરિયા, વડગામ, ખોરસા, ગઢકા, ચંદાવાડા, પરિયા, ચિખલવાવ, સિમલી અને ટીમના ગામના સરપંચોને તેમના ગામમાં લૉક ડાઉનની હાલની સ્થિતિમાં રેશનની દુકાનો પર પૂરતો અનાજનો પુરવઠો છે કે નહી, આરોગ્યસેવાઓ યોગ્ય મળે છે કે કેમ, ગામમાં સફાઈની વ્યવસ્થા તેમ જ દૂધ, શાકભાજી, કરિયાણું જેવી આવશ્યક ચીજવસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક વાતચીત કરી ફીડબેક મેળવ્યાં હતાં.
મુખ્યપ્રધાને આ સરપંચોને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે જનજાગૃતિ લોકો દાખવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ગામમાં ભેગા ન થાય અને ઘરમાં જ રહીને આ વાયરસના સંક્રમણથી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમિયાન કરી હતી. ગામોના સરપંચોએ મુખ્યપ્રધાનને તેમની સાથે સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિની રજેરજ માહિતી મેળવી આગવી સંવેદનશીલતાની અનુભૂતિ કરી હતી.
CM રૂપાણીએ 10 ગામના સરપંચો સાથે વાત કરી ફીડબેક મેળવ્યાં - સોશિયલ ડિસ્ટન્સ
કોરોના વાયરસને કારણે લૉક ડાઉનની હાલની સ્થિતિમાં ગ્રામીણસ્તરના નાગરિકોને સમસ્યા ન થાય તે ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. જેને લઇને જીવનજરૂરી ચીજવસ્તુઓ આવશ્યક સેવાઓ નિયમિત મળી રહે તેવા જનહિત અભિગમથી 10 જેટલા સરપંચો સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સીધી વાતચીત કરી ફીડબેક મેળવ્યાં હતાં.
CM રૂપાણીએ 10 ગામના સરપંચો સાથે વાત કરી ફીડબેક મેળવ્યાં
રાજ્ય સરકાર દ્વારા દરેક ગામમાં લેવાઈ રહેલાં સૌના આરોગ્ય સુખાકારીના પગલાંઓ અનાજનો પૂરતો જથ્થો સાફ સફાઈ વગેરે અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.