અમદાવાદ:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. એકવાર મળ્યા પછી ક્યારેય ન ભૂલો તેવું વ્યક્તિત્વ ભૂપેન્દ્ર પટેલ નું છે. પાટીદાર નેતા પોતાના સમાજની સાથે તમામ સમાજ માટે કામ કરી રહ્યા છે. અચાનક બનાવવામાં આવેલા મુખ્યપ્રધાન પરફેક્ટ કામગીરી કરી રહ્યા છે. પોતાના સ્વભાવને કારણે કોઇ પણ વ્યક્તિ તેમની મુલાકાત લેવામાં અચકાતા નથી.
દર્શન માટે પહોંચ્યાઃ તેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે તેવા બે એવા સંજોગો બન્યા છે તેના પરથી કહી શકાય. જ્યારે તેમને ગુજરાત સરદાર બનાવામાં આવ્યા તે સમયે પણ પહેલા તેઓ દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર ગયા હતા. આજે પણ તેઓ સવારમાં જ દાદા ભગવાન દર્શન માટે પહોંચ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલની રાજકિય સફર
દિનચર્યા નો પ્રારંભ દાદા ભગવાનથી:ભૂપેન્દ્ર પટેલ આજે તેમના જન્મદિવસ અવસરે સવારે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર માં સીમંધર સ્વામી અને અન્ય દેવી દેવતાઓ ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાની દિનચર્યા નો પ્રારંભ કર્યો હતો. મુખ્યપ્રધાનએ સૌ ના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવા સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી વાંછના આ વેળાએ કરી હતી.ભૂપેન્દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના વર્ચ્યુઅલ અભિષેક-પૂજનથી પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલની રાજકિય સફર
સોમનાથ દાદાના વર્ચ્યુઅલ દર્શન:ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાન-ત્રિમંદિર ના દર્શન બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાના રોજિંદા કામકાજની શરૂઆત કરતાં પૂર્વે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતેથી સોમનાથ દાદાના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન-પૂજન ગાંધીનગર બેઠા કર્યા હતા અને સોમનાથ દાદાની કૃપાથી સૌના કલ્યાણની મનોકામના કરતો સંકલ્પ પણ કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટનાં સેક્રેટરી અને અધિક કલેક્ટર યોગેન્દ્ર દેસાઈ અને મંદિરના પૂજારી મુખ્યપ્રધાન નેતૃત્વમાં ગુજરાત વિકાસ રાહે અગ્રેસર રહે તેવી શુભેચ્છાઓ જન્મદિવસ અવસરે પાઠવી હતી.
કોમનમેન થી લઇને ગુજરાતના 'સરદાર' બનાર ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ,
ઇતિહાસમાં લખાશે નામ: આજ દિવસ સુધી સૌથી વધારે સિટ લાવવાનો શ્રેય ભૂપેન્દ્ર પટેલની સરકાર જશે. આ જીત ભાજપની તો છે જ તેની સાથે ભૂપેન્દ્ર પટેલની પણ એનાથી પણ વધારે છે. તેનું કારણ એ છે કે ઇતિહાસમાં એટલી સીટ સાથે કોઈ આવ્યું નથી. અત્યાર સુધીના તમામ રેકોર્ડ દાદાએ તોડી નાખ્યા છે. બીજી બાજૂ અડધી સરકારમાં દાદાને મુખ્યપ્રધાન બનાવી દેવામાં આવ્યા હતા તો તે પણ ભાજપ માટે રિસ્ક હતું પણ દાદાએ બીજા પક્ષની તો આંખો ખોલી નાખી તેની સાથે પોતાના જ પક્ષની પણ આંખો ખોલી નાંખી. ઇતિહાસમાં આ આંકડા સાથે લખવામાં આવશે કે જે કોઈ કરી ના શક્યા તે ભૂપેન્દ્ર પટેલની સરકારે કરી બતાવ્યું.
- Gujarat Cabinet Meeting: 206 જળાશયોમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો, 161 ચેકડેમના કામ પ્રગતિ હેઠળ
- CM Bhupendra Patel: ભારે વરસાદને પગલે સીએમ ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં સમીક્ષા કરી, 4 NDRF ટીમ ડિપ્લોય કરાઈ