અમદાવાદઃસાબરમતી રીવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ પતંગમહોત્વનું ઉદ્દઘાટન કર્યુ હતું. મહત્વપૂર્ણ છે કે, આ વખતે આ આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવમાં 55 દેશના 153 જેટલાં પતંગબાજો ભાગ લઈ રહ્યાં છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં અમદાવાદના પતંગોત્સવમાં વિવિધ થીમ પર લોકો નાના-મોટા પતંગ ચગાવે છે. ત્યારે ભગવાન શ્રી રામની થીમ ઉપર બનાવવામાં આવેલા પતંગે આખા પતંગોત્સવનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પતંગને જોઈને તમામ લોકો ભાવ વિભોર બની ગયા હતાં. ભગવાન શ્રીરામની 16 ફૂટની છબીવાળો પતંગ ચગાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો.