ગુજરાત

gujarat

ETV Bharat / state

Shahari Vikas Yojana : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પાણીનું સંકટ થશે દૂર ? - Water Supply in Ahmedabad

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડની મંજૂરી (CM Bhupendra Patel Approves Taking Water) આપી છે. જેમાં અમદાવાદ મહાનગરના ઉત્તર, પૂર્વ, મધ્ય, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનમાં પાણી (Shahari Vikas Yojana) પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

Shahari Vikas Yojana : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પાણીનું સંકટ થશે દુર ?
Shahari Vikas Yojana : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પાણીનું સંકટ થશે દુર ?

By

Published : Mar 21, 2022, 12:38 PM IST

અમદાવાદ :ઉનાળાની સીઝન ચાલુ થતા રાજ્યમાં અમુક વિસ્તારોમાં મહદંશે પાણીને લઈને ઉફાળાઓ ક્યાંકને ક્યાંક જોવા મળતા હોય છે. ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મનપામાં પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ "મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના" (Shahari Vikas Yojana) અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

કોતરપુર વોટર વર્કસનું વિસ્તરણ -અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના કોતરપુર વોટર વર્ક્સ ખાતે હયાત 650 MLD તેમજ 200 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે. આ ઉપરાંત વધારાના 300 MLDના પ્લાન્ટના (Water Supply in Ahmedabad) આયોજન સાથે આ પ્લાન્ટની કુલ ક્ષમતા 1150 MLD થશે.

AMCની દરખાસ્ત -મહાનગરપાલિકાએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન મારફતે મુખ્ય પ્રધાન સમક્ષ પ્રસ્તુત કરેલી દરખાસ્તમાં જણાવાયું છે કે, કોતરપુર વોટર વર્કસ માંથી હાલ અમદાવાદ મહાનગરના ઉત્તર, પૂર્વ, મધ્ય, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનમાં (Water Treatment Plant in State) પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

આ પણ વાંચો :ગટરનું કામ અટકાવયું, મોડાસાના વૉર્ડ નં-5ના રહિશોએ આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી

પાણીની નવી પાઇપ લાઇન નાખવાનું આયોજન -પશ્ચિમ અને મધ્ય ઝોનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનને (Water Distribution Station) કોતરપુરના 650, 200 અને 300 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કર્યું છે. તેમજ પ્રવર્તમાન સ્થિતિએ વધારાની અને ભવિષ્યની પાણીની જરૂરિયાત સંતોષવા ટ્રંક સમયમાં મેઈન પાઇ લાઇન નાખવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે.

અમદાવાદથી ગાંધીનગર સુધી પાઇપલાઇન નખાશે -આ હેતુસર મહાનગરપાલિકાએ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કર્યું છે. તેથી સાબરમતી નદી પર બ્રિજ બનાવી ભાટગામ પાછળના ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તક રીંગરોડ પર, ભાટ સર્કલ, તપોવન સર્કલ થઈને વિહત તરફ જતા માર્ગ પરના પ્રમુખ સ્વામી મહારાજ રોડ સુધી જુદા જુદા વ્યાસની એમ.એસ. પાઇપ નાખીને હાલના 1300 મી.મી વ્યાસની લાઈન સાથે જોડાણ (Water Problem in Ahmedabad) કરવાના કામોના ડી.પી.આર આપેલા છે.

આ પણ વાંચો :Shaheri Vikas Yojana : આટલા શહેરમાં વિકાસ માટે સરકારે 253 કરોડના કામની મંજૂરી આપી

87.16 કરોડના કાર્યો -મુખ્ય પ્રધાને આ દરખાસ્તનો સર્વગ્રાહી અભ્યાસ કરીને 2200, 1600, 1400 તથા 800 મી.મી. ડાયાની એમ.એસ. પાઇલાઇન કામો માટે 58.20 કરોડ, 3000 મી.મી ડાયા એમ.એસ પાઇપ પુશિંગ માટે 2.42 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે. આ ઉપરાંત તેમણે 2200 એમ.એમ.ડાયાની પાઇપ લાઇનને સાબરમતી નદી પાર કરાવવા માટે બ્રિજના કામો માટે 15.84 કરોડ, રોડ રીસરફેસિંગ કામો માટે 10 કરોડ મળી સમગ્રતયા 87.16 કરોડ (CM Bhupendra Patel Approves Taking Water) રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

અગાઉ પણ પાણી પુરવઠાના કામોને અપાઈ છે મંજૂરી -મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરના ભૂતકાળમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી પાણી વિતરણના કામો માટે 168.73 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. હવે તેમણે અમદાવાદ પૂર્વના આ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી (Kotarpur Water Treatment Plant) જળ વિતરણ માટે 87.16 કરોડના કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપતા કુલ 255.89 કરોડના કામો અમદાવાદ મહાનગરમાં હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details