અરજદાર - આરોપી અમરનાથ વસાવા સહિત 4 લોકોની 19મી ડિસેમ્બરના રોજ રાયોટિંગ, ગેરકાયેદસર મંડળી, ફોજદારી ષડયંત્ર અને બે સમુદાય વચ્ચે ઝેર ફેલાવવાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. અરજદાર અને આરોપીઓ તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં દલીલ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા તેમની અટકાયત સવારે 8.45 કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. જ્યારે છાપી CAAનો વિરોધ પ્રદર્શન સવારે 10 વાગ્યે કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપીઓ પોલીસના કબ્જામાં હોવાથી રાયોટિંગ કઈ રીતે કરી શકે. જેવા અનેક સવાલો ઉભા થયા છે.
છાપી CAA વિરોધ : FIR રદ કરવાની રિટ હાઈકોર્ટે ફગાવી - latest news of gujarat high court
અમદાવાદ: CAA - NRCના વિરોધમાં બનાસકાંઠાના છાપીમાંથી ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ દ્વારા FIR રદ કરાવવા રિટ દાખલ કરાઈ હતી. જેને બુધવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ. વોરાએ ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય તે કે, અરજદાર - આરોપીઓ વતી FIR રદ કરાવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
high court
ઉલ્લેખનીય છે કે, 18મી ડિસેમ્બરના રોજ અશ્ફાકુલ્લા ખાન અને રામ પ્રસાદ બિસ્મિલની જન્મ જંયતીની નિમિત્તે અરજદાર - આરોપીઓને પોલીસ દ્વારા CAAના વિરોધ માટે પરવાનગી આાપવામાં આવી હતી. જો કે, કાર્યક્રમના પહેલાં પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
Last Updated : Jan 16, 2020, 4:17 AM IST