ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કારણે ચેટીચંદની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાઈ - Chief Minister Vijay Rupani

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આગામી બે મહિના સુધી તહેવારોની ઉજવણી પર બેન લગાવ્યો છે. જેને લઇ સિંધી સમાજમાં સરકારના આદેશનું પાલન થતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે સિંધી સમાજનો તહેવાર ચેટીચંદ છે. જેની ઉજવણી સરદારનગર વિસ્તારામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી રહી હતી.

કોરોનાના કારણે ચેટીચાંદની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાઈ
કોરોનાના કારણે ચેટીચાંદની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાઈ

By

Published : Apr 13, 2021, 3:35 PM IST

Updated : Apr 13, 2021, 8:04 PM IST

  • આજે સિંધીઓનો તહેવાર ચેટીચંદ
  • મુખ્ય પ્રધાનની જાહેરાત બાદ સિંધી સમાજે શોભાયાત્રા કરી કેન્સલ
  • સોશિયલ ડિસ્ટન્સ સાથે મનાવ્યો તહેવાર
  • ગત વર્ષે પણ શોભા યાત્રા રદ કરાઈ હતી

અમદાવાદઃ આજના દિવસે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલનો જન્મ થયો હતો. આ દિવસે સિંધીઓ ભગવાનના દર્શન કરી શોભા યાત્રા કાઢતા હોય છે, પણ હાલની કોરોનાની પરિસ્થિતિ અને સોમવારે હાઇકોર્ટે વ્યક્ત કરેલી ચિંતાને જોઈ સમાજના આગેવાનોએ શોભાયાત્રા ન કાઢવાનું નક્કી કર્યું છે. વધુમાં આ દિવસે લોકો મંદિરે જઇ પૂજા કરી પોતાની આગવી સંસ્કૃતિ મુજબ દાંડિયા અને મટકા નૃત્ય કરે છે.

કોરોનાના કારણે ચેટીચાંદની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાઈ

આ પણ વાંચોઃકોરોના સંક્રમણને પગલે મહેસાણામાં સિંધી સમાજના લોકોએ ઘરમાં જ રહી ચેટીચાંદની ઉજવણી કરી

લોકડાઉનના કારણે ગત વર્ષે શોભાયાત્રા કાઢી શકાઇ ન હતી

સિંધી સમાજના આગેવાન સોનુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાની મહામારી વકરતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે શોભાયાત્રા કાઢી શકાઇ ન હતી. આ વખતે પણ જે મુજબ આંકડાઓ વધી રહ્યા છે, તેને જોઈ સૌ કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે એ જ અપીલ છે.

Last Updated : Apr 13, 2021, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details