અમદાવાદના દક્ષિણ ઝોનના શાહવાડી ખાતે વિનસ ટેકસટાઇલની પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનમાં ખામી છે. સ્થાનિક ટેક્સટાઇલની કંપનીના એસિડિક કચરાવાળા પાણીની ગેરકાયદેસર પાઇપ લાઇન નાખી લોકોના જીવ સાથે ચેડા કરાય છે. આવા ગેરકાયદેસર કનેકશનો આપવામાં ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સંડોવાયેલા છે. ભૂતકાળમાં આ જ પંપીંગ સ્ટેશનની બાજુમાં ગેસ ગળતરની ઘટનામાં ૪ લોકોના મૃત્યુ થયા હતા. સ્ટેન્ડીંગ કમિટીના ચેમમેન અમુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સાત જેટલી કેમિકલ ફેક્ટરીને નોટિસ અપાઈ છે. ગેરકાયદેસર જોડાણો દૂર કરાયા છે. લાંભા સહિતના વિસ્તારો કે જ્યાં કન્સ્ટ્રક્શન કામ કરાયા હોય ત્યાં કોઈ કોર્પોરેશનની મંજૂરી લેવામાં આવી નથી. જેના લીધે આ સમસ્યા સર્જાય રહી છે. પરંતુ કસૂરવારો સામે કડક પગલા ભરાશે.
અમદાવાદના શાહવાડી અને નારોલ વિસ્તારમાં ઘરમાં કેમિકલયુક્ત પાણી ઘરમાં ઘુસ્યા, લોકોની હાલત કફોડી - લોકોને હેરાનગતી
અમદાવાદઃ શહેરના શાહવાડી, નારોલ તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી અને ગટરના ગેરકાયદેસર કનેકશનો જોડાણ કરી દેવામાં આવે છે. આ અંગે રજૂઆતો કરવા છતાં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ આંખ આડા કાન કરે છે. આ ગેરકાયદેસર રીતે કરેલા ગટર કનેકશનનોમાં ફેકટરીઓ દ્વારા ગંદુ કેમિકલયુક્ત પાણી છોડાય છે. જેને કારણે ગટરો ઉભરાય રહી છે. ગટરો ખોલવામાં આવે ત્યારે તેમાંથી કચરો અને અન્ય કેમિકલ વેસ્ટ ઘન સ્વરૂપે નિકળે છે.
abd
મળેલ માહિતી મુજબ 10 જેટલી ઇન્ડસ્ટ્રીના ડ્રેનેજ કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. જેમાં કેમિકલયુક્ત પાણી મળ્યું છે. તેના નામ છે અંજલી ટરપોલીન, શ્રીનાથ એસ્ટેટ, બાલાજી ટેક્સટાઇલ, બાલા હનુમાન ટેક્સટાઇલ, આશાપુરા ઇન્ડસ્ટ્રી, સુવિધા કેમિકલ, બળદેવટેન્કર સર્વિસીસ, મુકેશ ભરવાડ ગોડાઉન, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે. તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી થઈ રહી છે.