અમદાવાદ: કોરોનાના સમયમાં ઘણા લોકો જે સૌરાષ્ટ્ર બાજુ રહેતા હતાં, તે લોકો જ્યારે અમદાવાદ પાછા ફરી રહ્યાં છે, ત્યારે અમદાવાદના પ્રવેશદ્વાર ગણાતા સનાથલ ચોકડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના રિપોર્ટ કરવા માટેની ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જ્યાં મેડિકલ ટીમ આવતાં દરેક પ્રવાસીઓનું ચેકિગ કરે છે.
કોરોનાકાળમાં સૌરાષ્ટ્રથી આવતા વાહનોમાં વધારો, અમદાવાદમાં બસ-ગાડીઓનું ચેકિંગ - અમદાવાદમાં કોરોના ચેકિંગ
સરકાર દ્વારા હવે અનલોક કરવામાં આવ્યા બાદ લોકો ફરી પોતાના કામ ધંધે ચડવા માંડ્યા છે. જેમાં નોકરિયાત લોકો પણ પોત પોતાની નોકરીમાં લાગવા માટે પોતાના શહેર અને ગામડામાંથી પાછા અમદાવાદ તરફ આવવા માંડ્યા છે, ત્યારે અમદાવાદના પ્રવેશદ્વાર ગણાતા સનાથલ ચોકડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના રિપોર્ટ કરવા માટેની ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જ્યાં મેડિકલ ટીમ આવતાં દરેક પ્રવાસીઓનું ચેકિગ કરે છે.
જો પોઝિટિવ આવે તો ત્યાંથી જ તેમને પ્રાઇવેટ ગાડી દ્વારા પાછા તેમના ઘરે મોકલી દેવામાં આવે છે. તેમજ હોમ ક્વોરોન્ટાઇન અથવા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે. જો દર્દી અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવા ઈચ્છે તો તેને એ.એમ.સી. ક્વોટામાંથી સારવારનો ખર્ચ પણ મળે છે. આ ચેકપોસ્ટ પર સૌરાષ્ટ્રમાંથી આવતી બસના પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરીને જ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો પડે છે. જેમાં તંત્ર તથા ત્યાં રહેલી મેડિકલ ટીમ અને પોલીસ કર્મચારીઓ પણ આ વ્યવસ્થા જાળવે છે. મેડિકલ ટીમ છેલ્લા ઘણા દિવસોથી પી.પી.ઇ. કીટ પહેરીને આ કાર્ય કરી રહ્યાં છે.