ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરનું ચેકડેમ કૌભાંડ, ખેડૂતોના પૈસા ખાનારા આરોપી ACBના સકંજામાં - AHD

અમદાવાદઃ છોટાઉદેપુરમાં ACBમાં મળેલી ફરિયાદ પ્રમાણે ચેકડેમ બનાવ્યા વગર ગ્રાન્ટ વાપરી દેવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ACB દ્વારા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે વર્ષ 2012- 2013 દરમિયાન ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી ચેકડેમ નહીં બનાવી ખોટા દસ્તાવેજો બનાવી 10.57 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે મામલે 4 આરોપીઓની ACBએ ધરપકડ કરી છે. જ્યારે અન્ય 4 અરોપી હજુ ફરાર છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 11, 2019, 1:37 AM IST

છોટાઉદેપુરમાં ચેકડેમ કૌભાંડમાં વર્ષ 2012- 2013 દરમિયાન ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી ચેકડેમ નહીં બનાવી ખોટા દસ્તાવેજો બનાવી 10.57 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં ACB દ્વારા કુલ ત્રણ ગુના દાખલ કારવામાં આવ્યા હતા.

કુલ 8 જેટલા આરોપી સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઇન્ચાર્જ કાર્યપાલક ઇન્જિનીયર એ. ડી. રાઠોડ, નિવૃત્ત મદદનીશ ઇન્જિનીયર પી. આર. જોષી, નિવૃત્ત હેડક્લાર્ક એસ. કે. બારીયા અને ચેકડેમ કોન્ટ્રાકટર ધર્મરાજ બારીયાની ACB એ ધરપકડ કરી હતી. તો હાલ અન્ય 4 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તમામ 8 આરોપીના ઘરે અને ઓફિસે ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details