અમદાવાદમાં મહિલાઓને સહાય આપવાના બહાને છેતરતી મહિલા ઠગ ઝડપાઇ - Ahmedabad Crime Branch
અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આસ્ટોડિયા દરવાજા પાસેથી 34 વર્ષીય સઈદાબીબી પઠાણ નામની મહિલાની ધરપકડ કરી હતી. જે મહિલાઓને લલચાવી અને વિશ્વાસમાં લઈને જુદી જુદી સરકારી કચેરીમાં લઇ જતી હતી અને ડરાવી દાગીના પડાવીને છેતરપીંડી કરતી હતી.
અમદાવાદમાં મહિલાઓને સહાય આપવાના બહાને છેતરતી મહિલા ઠગ ઝડપાઇ
બહેનોને વિધવા સહાયની રકમ-પેન્શન આપવાના બહાને દાગીના કઢાવી લઈને છેતરપીંડી કરતી સઈદાબીબી ફિરોજખાન પઠાણ નામની મહિલાની ક્રાઈમ બ્રાંચે 485100ની કિમતના સોનાના દાગીના સાથે ધરપકડ કરી છે.