ગુજરાત

gujarat

ETV Bharat / state

નવરંગપુરામાં તબીબ જોડે 2.65 કરોડની ચીટિંગ, એકાઉન્ટમાંથી બારોબાર શેરની ઉચાપત - doctor in Navarangpura

અમદાવાદમાં ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે ના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં (Navrangpura Police Station) એક તબીબે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી તબીબના ઘરની સામે આવેલ આર્કેડિયા શેર એને સ્ટોક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના (Balance sheet from Arcadia Company)  સેલ્સમેને તેઓને ફોન કરીને શેર બજારમાં રોકાણ કરવાથી સારી સર્વિસ મળશે તેવી વાત કરતા તબીબે આરકેડિયા શેર એન્ડ સ્ટોક બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરામાં તબીબ જોડે 2.65 કરોડની ચીટિંગ, એકાઉન્ટમાંથી બારોબાર શેરની ઉચાપત
નવરંગપુરામાં તબીબ જોડે 2.65 કરોડની ચીટિંગ, એકાઉન્ટમાંથી બારોબાર શેરની ઉચાપત

By

Published : Nov 21, 2022, 5:50 PM IST

અમદાવાદશહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં (Navrangpura Police Station) એક તબીબે છેતરપિંડીનીફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હિતેન પરીખ નામના 56 વર્ષીય તબીબે ફરિયાદ નોંધાવી છે. જેમાં તબીબ રેવા ક્લિનિક નામે ક્લિનિક ધરાવીને મેડિકલ પ્રેક્ટિસ કરે છે. ફરિયાદી તબીબના ઘરની સામે આવેલ આર્કેડિયા શેર એને સ્ટોક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના (Balance sheet from Arcadia Company) સેલ્સમેને તેઓને ફોન કરીને શેર બજારમાં રોકાણકરવાથી સારી સર્વિસ મળશે તેવી વાત કરતા તબીબે આરકેડિયા શેર એન્ડ સ્ટોક બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે એકાઉન્ટથી તેઓ શેરની લે વેચ કરતા હતા. તબીબ જ્યારે પણ આરકેડિયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ (Balance sheet from Arcadia Company) કંપનીમાં શેર લેવા કે વેચવા માટે જયેશ નામના વ્યક્તિને ફોન કરતા ત્યારે તેઓ સીજી રોડ ઉપર બ્રાન્ચમાં ફોન કરવાનું કહેતા અને ત્યાં ફોન કરતા પણ બાપુનગર ખાતે આવેલી બ્રાન્ચમાં (Navrangpura Police Station) ફોન કરવાનું કહેતા હતા.

લે વેચનું કામ ચાલુ ફરિયાદી તબીબે વર્ષ 2010 થી શેરની લે વેચનું કામ ચાલુ કર્યું હોય અને ઘણી બધી કંપનીઓના શેર ખરીદ્યા હોય તેઓના ખાતામાં આશરે બે કરોડની કિંમતના શેર પડી રહેતા હતા. વર્ષ 2010 થી 2018 સુધી તમામ વ્યવહારો બરાબર ચાલ્યા હતા. તેઓના શેર ખાતામાં જમા થતા હતા. અને દર વર્ષે આર્કેડિયા કંપનીમાંથી બેલેન્સ શીટ લેતા તેમાં બતાવતા પણ હતા. જોકે 2020 થી 2021 ની બેલેન્સશીટ કંપનીમાંથી મંગાવીને તપાસ કરતા તેમાં કરોડોની કિંમતના શેર ન હોવાનું સામે આવ્યું હતું.

તમામ શેર ટ્રાન્સફર તબીબે તપાસ કરતાં વર્ષ 2020થી અત્યાર સુધી તેઓના 2 કરોડ 65 લાખ 96 હજાર 656 રૂપિયાના શેર આર્કેડિયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકો જેમાં નીતિન બારોટ, એન્થોની સિકવેરા તેમજ ગિરીશ બારોટ આ તમામ આરોપીઓએ ભેગા મળીને તબીબની જાણ બહાર પોતાના ખાતામાં પુલ એકાઉન્ટથી તમામ શેર ટ્રાન્સફર કરી તે શેર બારોબાર વેચીને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે તબીબે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે. આ અંગે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા નવરંગપુરા ના પી.આઈ એ.એ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે દસ્તાવેજોની તપાસ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details