અમદાવાદઃશહેરમાં 31મી ડિસેમ્બરની કેટલીક પાર્ટીઓમાં શરાબ, શબાબ અને કબાબનો માહોલ જામતો હોય છે. કેટલાય નબીરાઓ અને હાઈ પ્રોફાઈલ યુવતીઓ ડ્રગનો નશો કરતી હોય છે. ત્યારે કોરોનાના કારણે 31મી ડિસેમ્બરની પાર્ટીઓ (December 31st party in town) થશે કે નહીં થાય તે બાબત પર હજુ અસમંજસ છે. પણ આવી જ પાર્ટીઓમાં ડ્રગ આપનાર પેડલરો સક્રિય( Ahmedabad Drugs Peddlers)થઈ ગયા છે. કેટરર્સના માણસો તરીકે કામ કરવાની આડમાં યુવાધનને પાર્ટીઓમાં ચરસ આપનાર બે કાશ્મીરી યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા પણ થયા છે.
મકરબા પાસેથી બે ચરસનો જથ્થો ઝડપાયો
સરખેજ પોલીસ સ્ટેશનના PI એસ જી દેસાઈ અને( Ahmedabad Sarkhej Police )તેમની ટીમને બાતમી મળી કે મકરબા પાસેથી બે લોકો ચરસનો જથ્થો ક્યાંક ડિલિવરીT(wo people were caught with a quantity of hashish ) કરવા જઈ રહ્યા છે. સરખેજ પોલીસની ટીમે અહીં વોચ ગોઠવી આરોપી ફારૂક અહમદ કોશી અને બિલાલ અહમદ પુશવાલની ધરપકડ કરી છે. આ બને શખશો મૂળ કાશ્મીરના છે, જેઓ મકરબાની એક સ્કૂલ પાસેથી ચરસનો જથ્થો લઈને નીકળવાના હોવાની બાતમી મળતા પોલીસે તે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દોઢ લાખનું 990 ગ્રામ કાશ્મીરી ચરસ મળી આવ્યું છે. જે બને કાશ્મીર થી જ લાવ્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ છ માસથી અમદાવાદમાં રહે છે