મહત્વનું છે કે, કોર્ટે આ કેસમાં 20 સાક્ષીઓની જુબાની અને 11 દસ્તાવેજી પુરાવવાના આધારે આરોપીને સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે પાછળથી તમામ સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી જતા કોર્ટે તેમને હોસ્ટાઇલ જાહેર કર્યા હતા અને આ કેસમાં સરકારી વકીલ તરીકે આર.પી ઠાકરના તરફથી 11 દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરાયા હતા. આ સિવાય પીડિતાએ બનાવ વખતે પહેરેલા કપડાં , તેના મેડિકલ રિપોર્ટ તેમજ પીડિતાના પોતાના નિવેદન પણ કોર્ટમાં રજૂ કરાયા હતા.જેમાંથી કોર્ટે પીડિતા ની જુબાનીને સત્ય માનીને તેમજ પીડિતાના કપડાં અને તેની મેડિકલ રિપોર્ટના આધાર પર કેસમાં ચુકાદો જાહેર કર્યો હતો. અને આરોપી અરવિંદ કોળીને દુષ્કર્મના કેસમાં દોષિત માનીને 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.
ચાંગોદર દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને સાત વર્ષની સજા ફટકારી - આરોપીને સાત વર્ષની સજા
અમદાવાદઃ અમદાવાદથી અડીને આવેલા ચાંગોદરમાં વર્ષ 2011 દરમ્યાન મહિલા પર થયેલા દુષ્કર્મ કેસમાં શનિવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપી અરવિંદ કોળીને સાત વર્ષની સજા ફટકારી છે.
ચાંગોદર દુષ્કર્મ કેસ
વર્ષ 2011માં અરવિંદ કોળી નામના આરોપીએ મહિલા પર ખોટી નિયત બગાડીને દુષ્કર્મ આંચર્યું હતું. આ અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કાયદાનો ભાન કરાવ્યો હતો. ત્યારબાદ આ કેસ અમદાવાદની મિર્ઝાપુરમાં આવેલી ગ્રામ્ય કોર્ટમાં શરુ થયા બાદ એક પછી એક કુલ 20 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી.
Last Updated : Dec 8, 2019, 12:22 PM IST