સરકાર દ્વારા લેબ ટેકનિશિયનની ભરતી માટે યોગ્ય ધારા-ધોરણ સાથે જાહેરાત પ્રસદ્ધિ કરવામાં આવી હતી. જેમાં કેમેસ્ટ્રી, બાયોલોજી કે માઈક્રોબાયોલોજીમાં બી.એસ.સી હોવું અનિવાર્ય છે, પરંતુ 3 અરજદારોએ મેથોડોલોજીમાં બી.એસ.સી કર્યું હોવા છતાં ઓન-લાઈન અરજી કરી હતી. આ અરજીને માન્ય રાખી પરીક્ષા આપ્યા બાદ મેરીટને આધારે ત્રણેય ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફેકશન માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે, ત્યાં તેમની લાયકાતના આધારે ઉમેદવારી રદ કરાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.
લેબ ટેકનિશિયનની ભરતીમાં સરકારી ધારા-ધોરણ સિવાયની લાયકાતને યોગ્ય ઠેરવવાની રિટ હાઈકોર્ટે ફગાવી - Ahmedabad news
અમદાવાદ: વર્ષ 2017 ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા લેબ ટેકનિશિયનની ભરતી કરવામાં આવી હતી. જેની નિયત કરતા જુદી લાયકાતને સમકક્ષ ગણવાની રિટ હાઈકોર્ટના જસ્ટીસ એન.વી. અંજારીયાએ ફગાવી દીધી છે. ભરતી બોર્ડ દ્વારા નક્કી કરાયેલી નિયત લાયકાત કરતા જુદી લાયકાત ધરાવતા 3 અરજદાર દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
સરકારી વકીલે રજુઆત કરી હતી કે, નિયત લાયકાત કરતા જુદી લાયકાત ધરાવનાર અરજદારના ઓન-લાઈન ફોર્મ કઈ રીતે સ્વીકારાયું એ જોવાની વાત છે. સરકાર દ્વારા ધારા-ધોરણ નક્કી સિવાય બીજી કોઈ લાયકાતને યોગ્ય માની શકાય નહીં. જ્યારે અરજદાર વતી દલીલ કરવામાં આવી હતી કે, બી.એસ.સી મેથોડોલોજી અને કેમેસ્ટ્રી, બાયોલોજી કે માઈક્રોબાયોલોજીમાં બી.એસ.સીનો અભ્યાસક્રમ સરખો હોવાથી અરજદારોની અરજીને માન્ય રાખવામાં આવી હતી. જો કે, કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી ફગાવી દીધી હતી.