ચંદ્રયાન તેમજ રોકેટ વિશેની માહિતી આપવામાં આવી રહી છે અમદાવાદ : સાયન્સ સિટી ખાતે આજ સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતભરની શાળાના બાળકો પણ અહીંયા આવ્યાં છે. ચંદ્રયાન તેમજ રોકેટ વિશેની માહિતી આપવામાં આવી રહી છે. અત્યાર સુધી અંદાજિત 500 જેટલા બાળકોએ મુલાકાત લીધી છે.
લાઈવ પ્રસારણ ભારત આજ ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે.જેને લઈને દેશના લોકો આ સફળ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. સાથે આ સોફ્ટ લેન્ડિંગ લોકો નિહાળી શકે તે માટે અનેક જગ્યા પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટી ખાતે આજ વહેલી સવારથી સાંજ સુધી ચંદ્રયાન તેમજ રોકેટ વિશે રાજ્યની અલગ અલગ શાળામાંથી મુલાકાતે આવનાર બાળકોને માહિતી આપવામાં આવી રહી છે.
ચંદ્રયાન 3 આજે સાંજે ચન્દ્રના દક્ષિણભાગમાં સોફ્ટ લેન્ડિંગ કરશે. તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઇસરોએ આપેલી સત્તાવાર માહિતી મુજબ તમામ વસ્તુ સારી રીતે ચાલી રહી છે અને ચંદ્રયાન 3 નું કાઉન્ટ ડાઉન 5 વાગે શરૂ થઈ જશે. ચન્દ્ર પર 25 કિમિ દૂરથી વિક્રમ લેન્ડર અને રોવર 25 કિમિ સ્પીડ ઘટાડવામાં આવશે. તેની સ્પીડ 6000 કિમિ પ્રતિ કલાકની હશે તેને ધીમે ધીમે ઘટાડવામાં આવશે. તેમાં સૌથી મહત્વનો પડકાર 6000 કિમી ઘટાડી 6 કિમી કરવાનું રહેશે...નરોત્તમ સાહુ, (એડવાઇઝર, સાયન્સ સિટી)
બાળકોમાં રુચિ કેળવવા પ્રયાસ : બાળકો આ તમામ વસ્તુ જોઈ શકે તે માટે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સવારના 8 વાગ્યાથી રાતના 8 અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં બાળકોને ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 માહિતી આપવામાં આવી રહી છે. ઉપરાંત તે કામ કેવી રીતે કરે છે તેને કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે તે જાણવા માટે ગુજરાતના અલગ અલગ શહેરની શાળાના બાળકો મુલાકાત લઈ રહ્યા છે.
સાયન્સ સિટીમાં અલગ અળગ શાળાના બાળકો રોકેટ વિશે માહિતી : ગુજરાતમાં સાયન્સ સિટી સિવાય રાજ્યના અન્ય શહેરમાં જે ઇસરોની પેટા શાખા આવેલી છે. ત્યાં પણ બાળકો હાજર છે. ચંદ્રયાન 3નું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સાથે બાળકોને માહિતી યોગ્ય માહિતી મળી રહે તે માટે તે બાળકો સાથે વૈજ્ઞાનિક પણ હાજર રહેશે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, દહેગામ જેવા શહેરના બાળકો મુલાકાતે આવી રહ્યા છે.
- Chandrayaan-3: સમગ્ર દુનિયાની નજર ચંદ્રયાન પર, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં ભારત સફળ થશે!
- Chandrayaan-3 Landing News: ચંદ્રયાન-3 લેન્ડિંગનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓ શાળામાં જોઈ શકે તે માટે શાળાઓ સાંજે 6:15 કલાક સુધી ખુલ્લી રહેશે
- chandrayaan 3 moon landing Process : ચંદ્રયાન -3 ની ચંદ્ર પર ઉતરાણની પ્રક્રિયા 'અત્યંત જટિલ' હશે : ભૂતપૂર્વ ISRO વડા માધવન નાયર