ગુજરાત

gujarat

ETV Bharat / state

Chandrayaan 3 Mission: અમદાવાદ ISROનો મહત્વનો ફાળો, 11 જેટલી વસ્તુ બનાવીને ચંદ્રયાન અંદર મૂકવામાં આવી - Important contribution of Ahmedabad ISRO

આવતીકાલે ચંદ્રયાન-3 સેટેલાઈટ છોડવામાં આવશે. અમદાવાદ ISRO દ્વારા અલગ અલગ 11 જેટલી વસ્તુ બનાવીને આ ચંદ્રયાન ત્રણની અંદર મૂકવામાં આવે છે. આ ચંદ્રયાન સફળતાપૂર્વક લેન્ડ થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. આવતીકાલે ચંદ્રયાન-3ને છોડવામાં આવશે જેને 23 ઓગસ્ટના રોજ તારીખે ચંદ્ર ઉપર લેન્ડ થશે.

chandrayaan-3-mission-important-contribution-of-ahmedabad-isro-11-objects-were-made-and-placed-inside-chandrayaan
chandrayaan-3-mission-important-contribution-of-ahmedabad-isro-11-objects-were-made-and-placed-inside-chandrayaan

By

Published : Jul 13, 2023, 6:56 PM IST

અમદાવાદ ISRO ના ડાયરેક્ટર નિલેશ દેસાઈ

અમદાવાદ:આવતીકાલે ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહ્યું છે. ભારત હવે સેટેલાઈટ ક્ષેત્રે પણ વિશ્વના દેશોને પાછળ રાખવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. આવતીકાલે શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 સેટેલાઈટ છોડવામાં આવશે. ચંદ્રયાન-2 ની અંદર પણ ભારતે પોતાના પ્રથમ પ્રયાસે ચંદ્રના દક્ષિણ ભાગમાં સૌથી દૂર સુધી પહોંચવાનો રેકોર્ડ કર્યો હતો. 4 વર્ષના ટૂંકા ગાળામાં ભારત ફરી એકવાર ચંદ્ર પર પોતાનું સેટેલાઈટ છોડવા તૈયાર થયું છે. ચંદ્રયાન-3 બનાવવામાં પણ અમદાવાદ ISRO ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે.

ચંદ્રયાન-3 સેટેલાઈટ

અમદાવાદ ISRO નું ખૂબ મોટું યોગદાન:અમદાવાદ ISRO ના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ ETV bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચંદ્રયાન 3 એ ચંદ્રયાન-2 નું ફોલોપ મિશન છે. ચંદ્રયાન-2 ની અંદર સફળતા પ્રાપ્ત થઈ ન હતી જેના થકી જ ચંદ્રયાન-3 બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સખત મહેનત બાદ આખરે તે ચંદ્રયાન-3 આવતીકાલે છોડવામાં આવશે. ભારતની અંદર આવેલા તમામ ISRO એ આમાં ખૂબ જ મહત્વનો યોગદાન આપ્યું છે. જેમાં અમદાવાદ ખાતે આવેલ અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું પણ ખૂબ જ મોટું યોગદાન છે.

11 જેટલી વસ્તુ બનાવીને ચંદ્રયાન અંદર મૂકવામાં આવી

અમદાવાદ ISRO શુ બનાવ્યું?:અમદાવાદ ઇસરો કેન્દ્ર ખાતે સેટેલાઈટના સેન્સર, પેલોડ બનાવે છે. ચંદ્ર ઉપર સરળતાથી લેન્ડિંગ થઈ શકે તેના માટે સેન્સર અને ખૂબ જ જરૂર પડતી હોય છે. આ પેલોડ અમદાવાદ ઇસરો ખાતે તૈયાર કરવામાં આવ્યા છે. જે ચંદ્રયાન 3માં લગાવવામાં આવ્યા છે. જે સરળતાથી સફળતાપૂર્વક ચંદ્ર ઉપર લેન્ડ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. આ ઉપરાંત કેમેરા સિસ્ટમ, કાર્બન અલ્ટીમીટર સેન્સર, પ્રોસેસિંગ સિસ્ટમ , રોવરનું ઈમેજ મેકર જેવી અલગ અલગ 11 વસ્તુ અમદાવાદ ખાતે તૈયાર કરવામાં આવી છે. જે આ ચંદ્રયાન 3 માં લગાવવામાં કરવામાં આવી છે.

23 જુલાઈના રોજ તારીખે ચંદ્ર ઉપર લેન્ડ થશે.

કાઉન્ટ ડાઉન શરૂ:ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 ની તફાવતની વાત કરવામાં આવે તો કોઈ ખાસ તફાવત જોવા મળતો નથી. ચંદ્રયાન 2 માં ઓર્બીટર હતું. પરંતુ ચંદ્રયાન 3 માં તેને લગાવવામાં નથી આવ્યું. આ ઉપરાંત 21 જેટલી નાની અલગ અલગ પ્રણાલીનો ફેરફાર કરવામાં આવ્યો છે. કારણ કે ચંદ્રયાન બે વખતે લેન્ડીંગ યોગ્ય રીતે થઈ શક્યું ન હતું. આ 21 અલગ અલગ પ્રણાલીનો ફેરફાર કરવાથી યોગ્ય રીતે લેન્ડિંગ થશે. ચંદ્રયાન 3 માં સફળતા મળશે તો ચંદ્ર પરનું વાતાવરણ તેની જમીન, કેમિકલ્સ સહિતની માહિતી પ્રાપ્ત થશે. આ ઉપરાંત રાત-દિવસ ભરતી અને ઓટની પણ વધુ જાણકારી આ સેટેલાઈટ મારફતે આપણને પ્રાપ્ત થશે.

  1. Chandrayaan-3: મિશનની તૈયારીઓ પૂર્ણ, આજથી કાઉન્ટડાઉન શરૂ થશે, વૈજ્ઞાનિકોએ પ્રાર્થના કરી
  2. ISRO Chandrayaan-3: ઈસરો ચંદ્રયાન-3 મિશન માટે તૈયાર, ભારત માટે દુર્લભ ઉપલબ્ધી

ABOUT THE AUTHOR

...view details