અમદાવાદ : ચાંદખેડામાં ધનતેરસના દિવસે જ્વેલર્સના માલિકને બંધક બનાવીને 1.53 કરોડની નોકર લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી ઘરેણા વેચવા (Robbery case in Ahmedabad) અમદાવાદ આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. પરંતુ હજુ 50 લાખનો મુદામાલ નહિ મળી આવતા શોધખોળ શરૂ કરાઇ છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીમાં સુરેન્દ્રસિંહ ઉર્ફે સુનિલ ઝાલા, ચિરાગ નાયક અને જેન્તી ઉર્ફે જેડી ઝાલેરાએ ધનતેરસના દિવસે લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. (Chandkheda jeweler shop Robbery)
કેવી રીતે આરોપીઓ પકડાયા બનાસકાંઠાના રહેવાસી આ લૂંટારા બે મહિના બાદ લૂંટ કરેલા દાગીના વેચવા માટે અમદાવાદ આવી રહ્યા હતા, ત્યારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા સુરેન્દ્ર અને ચિરાગની ધરપકડ કરી હતી. આરોપીઓના દસ દિવસના રિમાન્ડ દરમિયાન મુખ્ય સૂત્રધાર જયંતિ હોવાનું ખૂલતા ક્રાઈમ બ્રાન્ચ ત્રીજા આરોપીની પણ ધરપકડ કરીને લૂંટના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. (jeweler shop Robbery case in Ahmedabad)
આરોપીઓને જેલમાં દોસ્તી થઈ પકડાયેલા આરોપીમાં જયંતિ ઉર્ફે જેડી અને સુરેન્દ્રસિંહ ઝાલાનો ગુનાહિત ઇતિહાસ છે. જયંતિ બનાસકાંઠાના ઠરા વિસ્તારમાં જૈનમ શાહ નામના બાળકના અપહરણ અને હત્યા કેસમાં સાત વર્ષ સુધી પાલનપુર જેલમાં સજા ભોગવી હતી. જ્યારે સુરેન્દ્રસિંહ પણ ઠરા વિસ્તારમાં હર્ષદ પટેલ નામના વ્યક્તિના હત્યા કેસમાં બે વર્ષ સુધી પાલનપુર જેલમાં સજા ભોગવી હતી. આ જેલમાં જયંતિ અને સુરેન્દ્રસિંહ વચ્ચે મિત્રતા થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ સુરેન્દ્ર અમદાવાદ આવી ગયો અને જ્વેલર્સમાં કામ કરતો હતો. પૈસાની જરૂરિયાત પૂરી કરવા જયંતિ, સુરેન્દ્ર અને ચિરાગએ લૂંટ કરવા માટેનું ષડયંત્ર રચ્યું અને ધનતેરસના દિવસે જ્વેલર્સના માલિકને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને થરાના ભદ્રેવાડી ગામ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. (Ahmedabad Crime News)