અરજદારે ધારા 144ના આદેશને રદ કરવા માટે હાઇકોર્ટના હસ્તક્ષેપ માટે અરજી કરી છે. જેથી અમદાવાદના નાગરિકો વ્યવસ્થિત રીતે ભેગા થઈ વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાને માણી શકે. 16મી ડિસેમ્બરના રોજ આઈઆઈએમ કેમ્પસ બહાર CAA અને NRCના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા તેનાથી વ્યથિત થઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે 9મી જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
IIMના પ્રોફેસરે ધારા 144ના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો - ધારા 144ના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો
અમદાવાદ: આઇઆઇએમ અમદાવાદના બે અને અમદાવાદ યુનિવર્સિટીના એક પ્રોફેસર સહિત કુલ ચાર લોકોએ ધારા 144ને પડકારતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે.
IIMના પ્રોફેસરે ધારા 144ના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો
અરજદાર આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દરેક સમય આવા નવા નવા આદેશ બહાર પાડે છે. એક આદેશના પુરા થયા બાદ બીજો આદેશ બહાર પાડવામાં આવે છે. જેથી લોકોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ છે. લોકો ગીત કે, બેનરો બતાવી શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરી શકતા નથી.