અમદાવાદ: શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા LRD ગાયત્રીબેન પરમાર એક્ટિવા લઈને સવારે 8 વાગ્યાની આસપાસ રખિયાલ સોમા ટેકસ્ટાઈલ ચાલી નંબર 1 પાસેથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા 2 શખ્સો તેમની નજીક આવ્યા હતા અને સોનાની ચેઇન તોડી આંબાવાડી ચાર રસ્તા રખિયાલ તરફ ફરાર થઈ ગયા હતા.
અમદાવાદમાં પોલીસ પણ અસુરક્ષિત, ગઠિયાઓ મહિલા પોલીસકર્મીની ચેન તોડીને ફરાર - અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ
અમદાવાદમાં લોકોની રક્ષા કરતી પોલીસ જ સુરક્ષિત નથી તે સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા પોલીસકર્મી પોતાનું વાહન લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા 2 ગઠિયાઓ તેમનો સોનાનો દોરો તોડીને ફરાર થઇ ગયા હતા.
ગઠિયાઓ મહિલા પોલીસકર્મીની ચેન તોડીને ફરાર
આ ઘટનામાં એક્ટિવા પરથી પડી જતા તેમને હાથના અને માથાને ભાગે સામાન્ય ઈજા પણ થઈ હતી. બાઇક પર આવેલા ચેઇન સ્નેચરમાંથી એક આરોપીએ માસ્ક પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે માસ્ક પહેર્યું ન હતું.
સમગ્ર મામલે જાણ થતા રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગાયત્રીબેનની ફરિયાદ નોધીને તપાસ શરુ કરી હતી.