ગુજરાત

gujarat

ETV Bharat / state

સેરેબ્રલ પાલ્સીથી પીડાતી યુવતીને ઈચ્છામૃત્યુથી બચાવવા અંધજન મંડળે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી - AHD

અમદાવાદઃ છેલ્લા 22 વર્ષથી સેરેબ્રલ પાલ્સી નામની ગંભીર બીમારીથી પીડાતી દિકરીના ઈચ્છામૃત્યુ માટે માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીને રદ કરવા અંધજન મંડળ દ્વારા રિટ દાખલ કરવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

cerebral palsy

By

Published : Jul 9, 2019, 8:43 PM IST

અંધજન મંડળે દિકરીના માતા-પિતા દ્વારા ઈચ્છા-મૃત્યુની માગ કરતી અરજીનો વિરોધ કરતા આ કેસમાં મંડળને પક્ષકાર બનાવવાની માગ કરી હતી. અંધજન મંડળના કારોબારી સચિવ ભુષણ પુનાનીએ જણાવ્યું કે, દીકરીના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સામે અમને કેટલાક વાંધાઓ છે. ઈચ્છામૃત્યુ એવા દર્દી માટે હોય છે કે, જેમને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ સિવાય બીજો કોઈ છુટકો ન હોય, જ્યારે આ કેસમાં દિકરી ખુરશી પર બેસી શકે, બોલી શકે અને જોઈ પણ શકે છે. બિમારી અને વિકલાંગતામાં તફાવત હોય છે. દેશમાં 2 કરોડથી વધુ લોકો વિકલાંગતાનો સામનો કરી રહ્યાં છે.

સેરેબ્રલ પાલ્સી પીડાતી યુવતીને ઈચ્છામૃત્યુથી બચાવવા અંધજન મંડળે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી

અંધજન મંડળે સેરેબલ પલ્સીથી પીડિતી યુવતીને સ્પેશયલ વિભાગ કે સંસ્થામાં મૂકવાની તૈયારી બતાવી છે. પરિવાજ ઈચ્છે તો દિકરીને અંધજન મંડળમાં પણ રાખી શકે છે. વિકલાંગતાને લીધે કોઈના જીવનો અંત લાવવુંએ કાયદા અને માનવતા વિદ્ધધનું કૃત્ય છે. ઉલ્લેખનીય છે કે, ગત 13મી માર્ચના રોજ સેરેબ્રલ પલ્સીથી પીડાતી દિકરીના ઈચ્છામૃત્યુ માટે માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. સરકાર તરફથી જવાબ રજૂ કરાયા બાદ હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

પીડિતાની ઉંમર 23 વર્ષ છે, જ્યારે છેલ્લા 22 વર્ષથી તે આ ગંભીર બીમારીથી પીડાઈ રહી હોવાથી સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, તે પોતાનું એક પણ કાર્ય જાતે કરી શકતી નથી. જેથી રોજે-રોજ દર્દથી દીકરીને કણસતી જોવી આ મા-બાપ માટે અસહ્ય બની રહ્યું છે. અમદાવાદના રહેવાસી દેવેન્દ્રભાઈ રાજગોર અને પલક રાજગોર દ્વારા હાઈકોર્ટમાં પોતાની દિકરીને મૃત્યુ આપવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પીડિતાના પિતા દેવેન્દ્રભાઈ રાજગોરે જણાવ્યું કે, સેરેબ્રલ પાલસી નામની બીમારી છે. તેના મગજની સાથે તેના કોઈ અંગ કાર્યરત નથી. તે અમારી પર આધારીત છે. અમે કોર્ટમાં બેબીને ઈચ્છામૃત્યુ મળે તેવા માટે માંગણી કરી હતી.

લાખો રૂપિયા ખર્ચીને પણ પરિવાર પોતાની દિકરીને સાજી કરી શક્યો નથી. દિકરીની પીડા જોઈને માતા-પિતા પણ બીમારીનો ભોગ બની રહ્યા છે. માં-બાપને એક જ ચિંતા છે કે, અમારી હૈયાતી નઈ હોય ત્યારે આનું કોણ? પીડિતાની માતા પલકબેને જણાવાયું કે, તે અમારા પર જ આધારીત છે, અમારી તકલીફએ છે કે, જ્યારે અમે નહી હોઈએ ત્યારે તેની હાલત ખૂબ જ દયનીય થઈ જાશે.

પીડિતા સેરેબ્રલ પાલસી જેવી ગંભીર બીમારીનો ભોગ બની છે. પીડિતા દિવસેને દિવસે તેનું શરીર તેનો સાથ છોડી રહ્યું છે. પીડિતાના શરીરના અંગ વાંકા થવા લાગ્યા છે. 23 વર્ષની પીડિતા એક પણ શબ્દ બોલી પણ નથી શકતી. જેથી માં-બાપ પોતાના પરિવારથી દૂર થઈ ગયા છે. કોઈ વાર તહેવાર પણ નથી ઉજવી શકતા કે નથી કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકતા નથી. આ મામલે અગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details