અમદાવાદ :છેલ્લા છ દિવસથી કેન્દ્રીય સચીવ ભૂપેન્દ્રસિંહ ભલ્લાની આગેવાનીમાં અન્ય સચીવો સાથેની ટીમ અમદાવાદ શહેરમાં આવી છે. અમદાવાદ ઉપરાંત સૂરત અને મુંબઇ જેવા શહેરમાં પણ કેન્દ્રની ટીમ મોકલવામાં આવી છે. જે મોટા શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. તેવા શહેરોનું આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવા અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેવા કેવા ઉપાય કરી શકાય, તેવી સઘળી માહિતી એકઠી કરીને આ ટીમ દ્વારા સંપૂર્ણ રીપોર્ટ પીએમ ઓફિસને સોંપાશે.
કેન્દ્રની ટીમ દ્વારા હોટસ્પોટ અમદાવાદની કોરોના સંદર્ભે જાત તપાસ, પીએમઓને રીપોર્ટ આપશે
અમદાવાદ શહેર કોરોના વાયરસના દર્દીઓનું હોટસ્પોટ બન્યું છે. ગુજરાતમાં નોંધાયેલા 4082 કેસોમાંથી 2777 કેસ ફક્ત અમદાવાદના છે. ત્યારે તેનો રિપોર્ટ તૈયાર કરવા માટે કેન્દ્રની ટીમ છેલ્લાં છ દિવસથી અમદાવાદની મુલાકાતે છે.
કેન્દ્રની ટીમ દ્વારા હોટસ્પોટ અમદાવાદની કોરોના સંદર્ભે જાતતપાસ, પીએમઓને રીપોર્ટ આપશે
છેલ્લાં છ દિવસથી અમદાવાદની ઉસ્માનપુરા સ્થિત હયાત હોટલમાં આ ટીમ રોકાઈ છે. આજે આ ટીમે અમદાવાદની એસ.જી.હાઇવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલ, નવરંગપુરા સ્થિત HCG હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હવે આ ટીમ GMSCL ગોડાઉન નરોડાની મુલાકાત લેશે. સાંજે જેતલપુર એપીએમસી ની મુલાકાત લે તે પણ સંભવ છે.