HCG હોસ્પિટલમાં કેન્દ્રીય ટીમનો સવાલ: કેમ દર્દીઓ પાસે સારવારના લાખો રૂપિયા લેવામાં આવે છે? - Corona Treatment
અમદાવાદ આવેલી કેન્દ્રીય ટીમે એચસીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં બેઠક દરમિયાન કેન્દ્રીય ટીમે ટકોર કરતાં પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કેમ લાખો રૂપિયા લેવાય છે તેવા સવાલો કર્યા હતાં. સાથે જ લાખો રૂપિયામાં એવી તો કેવી સારવાર આપવામાં આવે છે તેમ પૂછ્યું હતું. ખાનગી હોસ્પિટલ અને અમદાવાદ હેલ્થ ઓફિસરને કેન્દ્રીય ટીમે સવાલો કર્યાં હતાં.
HCG હોસ્પિટલમાં કેન્દ્રીય ટીમનો સવાલ: કેમ દર્દીઓ પાસે સારવારના લાખો રૂપિયા લેવામાં આવે છે?
અમદાવાદઃ મહામારીની સમીક્ષા કરવા આવેલી ટીમને સિવિલ હોસ્પિટલની મુલાકાત કરાવવામાં ન આવતાં અનેક સવાલો ઊઠી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ સુધી પહોંચેલી કેન્દ્રની ટીમને સિવિલ હોસ્પિટલમાં કેમ ન લઈ જવાયાં તે એક મોટો સવાલ છે. કેન્દ્રની આરોગ્ય ટીમ સિવિલ હોસ્પિટલની સામેથી જ પરત ફરી હતી. તેમ છતાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ન હતી. કોરોનાના કેસ સામે આવ્યાં બાદથી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહી છે.