ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ, બદલાવ કરવા કર્યા સૂચનો

અમદાવાદ સ્થિત મેડિસિટીમાં કોવિડ સંલગ્ન સુવિધાઓના રિવ્યૂ માટે આવેલી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે અસંતોષ વ્યક્ત કર્યો છે. જેને લઈ કેટલાક બદલાવ કરવાના પણ સૂચન કર્યા છે.

Ahmedabad
Ahmedabad

By

Published : Apr 11, 2021, 2:10 PM IST

  • કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલ મેડિસિટીની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ
  • કેન્દ્ર આરોગ્ય ટીમે કેટલાક બદલાવ કરવાના આપ્યા સૂચન
  • જોધપુર AIMSના ડૉ.અશોકના વડપણ હેઠળ કેન્દ્રીય મંત્રાલયની ટીમ અમદાવાદ આવી

અમદાવાદ: સ્થિત મેડિસિટીમાં કોવિડ સંલગ્ન સુવિધાઓના રિવ્યૂ માટે આવેલી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે અસંતોષ વ્યક્ત કર્યો છે. જેને લઈ કેટલાક બદલાવ કરવાના પણ સૂચન કર્યા છે. જોધપુર એઈમ્સના ડૉ.અશોકના વડપણ હેઠળ રચાયેલી કેન્દ્રીય ટીમના સભ્યોએ મેડિસિટીની મુલાકાત લઈ જાતમાહિતી મેળવી હતી. આ કેન્દ્રીય ટીમમાં ડૉ.સંદિપ, ડેપ્યુટી ડાયરેક્ટર, NLDC અને ગૃહ મંત્રાલયના ડાયરેક્ટર વી.કે.રાજનનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ

કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલ મેડિસિટીની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જે.વી.મોદીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં કોવિડ સંદર્ભે થયેલી કામગીરીની રુપરેખા આપી હતી. ડૉ. મોદીએ કેન્દ્રીય ટીમને પ્રવર્તમાન સ્થિતિ અંગે પણ વાકેફ કરી આ અંગે હાથ ધરાઈ રહેલા આયોજનની રુપરેખા પણ આપી હતી. જેને લઈ આરોગ્ય ટીમે કેટલાક બદલાવ લાવવા માટે સૂચન પણ કર્યું હતું. કેન્દ્ર આરોગ્ય ટીમે પહેલા કોરોનાની સ્થિતિ અલગ હતી. જ્યારે બીજો વેવ કંઈક અલગ હોવાથી સાવચેતી રાખવી ખુબ જ જરૂરી હોવાનું સૂચન કર્યું છે.

કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ

આ પણ વાંચો: વડોદરામાં કોરોના કહેર યથાવત: 414 કેસ નોંધાયા, 2 દર્દીઓનું મોત

ટીમે દર્દીઓની સંખ્યા તેમજ તેમને અપાતી સુવિધાઓ ચકાસી

કેન્દ્રીય ટીમના સભ્યોએ દર્દીઓની સંખ્યા તેમજ તેમને મળતી સુવિધાઓ, માળખાગત સુવિધા અને આવશ્યક દવાના પુરવઠા સંદર્ભે પૃચ્છા કરી હતી. ડૉ.મોદીએ આ તબક્કે મેડિસિટીમાં બેડની સંખ્યા વધારવા માટે હાથ ધરાયેલા આયોજન અંગે પણ કેન્દ્રીય ટીમને માહિતગાર કરી હતી. ડૉ.મોદીએ કેન્દ્રીય ટીમને મેડિસિટીમાં દર્દીઓને અપાતી વિવિધ સુવિધાઓથી માંડીને તેમના ડિસ્ચાર્જ સુધીની પ્રક્રિયા વર્ણવી હતી. તેમણે મેડિસિટીના નવનિર્મિત બિલ્ડીંગને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં કઈ રીતે પરિવર્તિત કરવામાં આવી તેનો ચિતાર આપ્યો હતો અને ભવિષ્યના આયોજન અંગેની વિગતો પણ આપી હતી.

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી. મોદીએ માહિતગાર કર્યા

કોવિડમાં સંક્રમણને અટકાવવા મશીનોની વ્યવસ્થા અને ઈન્ફેક્શન કંટ્રોલ માટે અપનાવાતી વિવિધ પ્રક્રિયાઓ અંગે પણ કેન્દ્રીય ટીમને માહિતી પુરી પાડી હતી. ડો. મોદીએ તેમના પ્રેઝન્ટેશનમા જણાવ્યું હતું કે કોવીડ પ્રોટોકોલના પાલન માટે સ્ટાફને નિયમિત ધોરણે ટ્રેઈનિંગ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 110 એકર વિસ્તારમાં ફેલાયેલી મેડિસિટીના પ્રબંધનથી કેન્દ્રીય ટીમ પ્રભાવિત થઈ હતી.

કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ

આ પણ વાંચો: લ્યો, આ અમદાવાદના લોકોને કોણ સમજાવશે કે કોરોનાથી મોત પણ થાય છે..!

કેન્દ્ર આરોગ્ય ટીમે કેટલાક બદલાવ કરવાના આપ્યા સૂચન

કેન્દ્રીય ટીમ સાથેના વિચાર-વિમર્શમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મોદી સાથે વિવિધ વિભાગના વરિષ્ઠ તબીબો પણ જોડાયા હતા. કેન્દ્રીય ટીમની આ મુલાકાત પૂર્વે સિવિલના વહીવટીતંત્ર સાથે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, રાહત કમિશ્નર હર્ષદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ પણ બેઠક યોજી કોવિડની પ્રવર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા કરી અને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ, બદલાવ કરવા કર્યા સૂચનો

ABOUT THE AUTHOR

...view details