- ખેડૂતોને રીઝવવા સરકારે ઉજવ્યો 'ખેડૂત સન્માન દિવસ'
- દેત્રોજ તાલુકામાં કિસાનોના સન્માનમાં "કિસાન સૂર્યોદય યોજના"નો પ્રારંભ
- ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાનો સરકારનો દાવો
અમદાવાદ: રાજ્ય સરકાર પોતાના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે સરકારે આ ઉપલક્ષમાં 'કિસાન સમ્માન દિવસ' યોજ્યો હતો. જેમાં અમદાવાદના દેત્રોજ તાલુકા ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સુજલામ સુફલામ યોજના, દિવસે ખેડૂતોને વીજળી આપવાની યોજના, પાક વીમા યોજના, આપત્તિના સમયમાં ખેડૂતોને વળતર વગેરેની વિગતે વાત કરી હતી.
વીમા કંપનીઓએ ખેડૂતોને ઠગ્યા
ખેડૂત સંગઠનના પ્રમુખ ભરતસિંહ ઝાલાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કિસાન સમ્માનની વાત કરી તે આવકારદાયક છે. કિસાન સમ્માન દિવસ ઉજવવાનો તેમને હક્ક છે. ગયા વર્ષે અતિવૃષ્ટિ અને પૂરમાં દિવાળી પહેલા ખેડૂતોને હેક્ટર દીઠ 10 હજાર રૂપિયાની સહાય આ સરકારે કરી હતી. પરંતુ ગુજરાતની 6 વીમા કંપનીઓએ ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી 14 હજાર કરોડનું વીમા પ્રીમિયમ ઉઘરાવ્યું અને પાક વીમાની રકમ ભરપાઇ કરી નથી
આ પણ વાંચો:ભાજપને ખેડૂત સન્માન દિવસ ઉજવતા આપના ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા
ખેડૂતોને દેવા માફી નહીં
બીજા રાજ્યોએ ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે પરંતુ ગુજરાતમાં ફક્ત ખેડૂતોના દેવા પર વ્યાજ માફ કરાયું છે, સંપૂર્ણ દેવું માફ કર્યું નથી. ગુજરાતમાં આત્મહત્યા કરનારા ખેડૂતોની પરિવારને વળતર અપાયું નથી. ઉત્પાદનના યોગ્ય ભાવ ખેડૂતોને મળતા નથી. ગુજરાતના ખેડૂતો પણ રાજકીય બાબતોમાં પડવાનું પસંદ કરતા નથી. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ભારત અને ગુજરાત સરકારે તેનો અમલ કર્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા ત્રણે કૃષિ કાયદાઓમાં ખેડૂતોને ફાયદો થાય તેવી કોઈ વ્યવસ્થા નથી. ભારતમાં 75 ટકા ભાગ ખેતી સાથે જોડાયેલો છે. ગરીબોને પાંચ કિલો અનાજ આપવા સરકાર ફક્ત 90 રૂપિયાની સબસીડી આપે છે. જ્યારે માલેતુજારોને ઘણી સબસીડી અપાય છે.